અમદાવાદમાં ભારે વરસાદ ખાબકતાં નહેરુનગર-માણેકબાગ, ઈસ્કોન બ્રિજ, Aગોતા બ્રિજ સહિતના અનેક વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ

  • July 01, 2023 12:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદ બાદ શહેરમાં ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા. જેમાં નહેરુનગર-માણેકબાગ, ઈસ્કોન બ્રિજ, ગોતા બ્રિજ સહિતના અનેક વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ લાગી ગયો હતો.


મળતી માહિતી પ્રમાણે અમદાવાદના જોધપુરમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યા છે. બોડકદેવ અને બોપલ વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. ખમાસા વિસ્તારમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.


વ્હેલી સવારથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતુ. બપોર બાદ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદી માહોલ છવાયો હતો. અમદાવાદના જોધપુરમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો. તો બોડકદેવ અને બોપલ વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો. અમદાવાદના ગોતા, સેટેલાઈટ, વેજલપુર, વાડજ, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.


અમદાવાદ પૂર્વમાં હાટકેશ્વર અને અમરાઈવાડી વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અમદાવાદમાં સાંજે ઓફિસો છૂટવાના સમયે જ વરસાદ પડતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેને લઈ કેટલાક વાહનો બંધથાય હતા. અમદાવાદના બોપલમાં વરસાદ નોંધાયો છે. જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application