અમદાવાદના ફ્લાવર શોએ એક ભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે. આ શોમાં પ્રદર્શિત કરવામાં આવેલો વિશ્વનો સૌથી મોટો ફ્લાવર બુકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ સાથે જ અમદાવાદે વિશ્વ સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી છે.
આ અદ્ભુત ફ્લાવર બુકે 10.24 મીટર ઊંચો (લગભગ 34 ફૂટ) અને 10.84 મીટરની ત્રિજ્યા ધરાવે છે. તેની વિશાળતા અને કલાત્મકતાને કારણે તેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકેનું સન્માન મળ્યું છે.
આ પહેલા આ રેકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટ્સની અલ-એઇન મ્યુનિસિપાલિટીના નામે હતો, જેમણે 7 બાય 7 મીટરના ફ્લાવર સ્ટ્રક્ચર માટે 18 ફેબ્રુઆરી 2024ના રોજ આ એવોર્ડ જીત્યો હતો. પરંતુ આજે 7 જાન્યુઆરી 2025ના રોજ ગિનિસ બુકની ટીમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 10.24 મીટર ઊંચા અને 10.84 મીટર ત્રિજ્યાવાળા ફ્લાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે માન્યતા આપી છે.
આ સિદ્ધિ અમદાવાદ અને ગુજરાત માટે ગર્વની વાત છે. આ ફ્લાવર શોની મુલાકાત લેનારા લોકો માટે આ એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વિશાળ બુકેની કલાત્મકતા અને રચનાત્મકતા જોઈને મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેક રિટર્ન કેસમાં રાજમોતી મીલના માલિક સમીર શાહ અને તેના ભાઈને દોઢ-દોઢ વર્ષની સજા ફટકારી
January 09, 2025 01:38 PMજામનગરની બજારમાં પતંગ અને ફિરકીનું ધૂમ વેચાણ, જુઓ શું કહે છે વેપારીઓ
January 09, 2025 12:16 PMરવિનાની દીકરીની ફિલ્મ 'આઝાદ' ટુક સમયમાં પરદા પર આવશે
January 09, 2025 12:14 PMઅભિનેતા રોહિત રોયે વર્ણવી "શૂટઆઉટ એટ લોખંડવાલા" માટે પોતાની વેઈટલોસ જર્ની
January 09, 2025 12:12 PMદમદાર અને ટોક્સિક લુક સાથે યશે ફેન્સને કર્યા એકસાઈટેડ
January 09, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech