BREAKING NEWS

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો ‘ઘી કાંટા’માં સપાટો: 12.36 લાખનું MD ડ્રગ્સ જપ્ત, બે આરોપીઓ જેલ હવાલે, બે આરોપીઓ જેલ હવાલે

  • April 14, 2026 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન હેઠળ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઘી કાંટા વિસ્તારમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સના મોટા જથ્થા સાથે બે શખ્સોને દબોચી લીધા છે. ૧૨.૩૬ લાખની કિંમતના ૪૧૨ ગ્રામ નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરીને પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ચેઈનને મોટો ફટકો માર્યો છે.


મુંબઈમાં સીવતા હતા કપડાં
આ કેસમાં પકડાયેલા આરોપીઓ માલારામ રબારી અને અશોક દરજીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ બંને શખ્સો અગાઉ મુંબઈમાં સાથે મળીને 'લેડીઝ ટેલર' તરીકે કામ કરતા હતા. વ્યવસાયમાં મોટું નુકસાન થતા અને દેવું વધી જતા, ટૂંકા રસ્તે અમીર બનવાની લાલચમાં તેઓ ડ્રગ્સના વેપલામાં કૂદી પડ્યા હતા. તેઓ જ્યારે અમદાવાદના ગ્રાહકોને માલ પહોંચાડવા માટે શિકારની શોધમાં હતા, ત્યારે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે તેમને ઝડપી લીધા હતા.


રાજસ્થાનથી અમદાવાદ સુધીનું કનેક્શન
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ નેટવર્કનો માસ્ટરમાઈન્ડ રાજસ્થાનનો વિકાસ બિશ્નોઈ છે. વિકાસ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને આ બંને આરોપીઓને પહોંચાડતો હતો. ત્યારબાદ માલારામ અને અશોક અમદાવાદના ગલી-કૂંચીઓમાં ફરીને નાના પેડલરોને આ માલ વેચતા હતા. હાલમાં વિકાસ બિશ્નોઈ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા ક્રાઈમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News