આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કોલ્ડપ્લેના ભવ્ય કોન્સર્ટને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. પોલીસ વિભાગે આ કાર્યક્રમની સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે, જેમાં કુલ 3825 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે.
સ્ટેડિયમની અંદર અને બહારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નીચે મુજબની વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે:
જંગી પોલીસ બંદોબસ્ત: કુલ 3825 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સુરક્ષામાં તૈનાત રહેશે.
સીસીટીવી મોનિટરિંગ: સ્ટેડિયમમાં લગાવેલા 270 સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવા માટે એક ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.
NSG કમાન્ડો: કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ની એક ટીમ પણ બંદોબસ્તમાં જોડાશે.
ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT): તાત્કાલિક કાર્યવાહી માટે QRTની 3 ટીમો તૈનાત રહેશે.
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF): કુદરતી કે અન્ય આપત્તિઓ સામે લડવા માટે SDRFની 1 ટીમ પણ હાજર રહેશે.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS): બોમ્બ ડિસ્પોઝલ અને સુરક્ષા માટે BDDSની 10 ટીમો કાર્યરત રહેશે.
ફાયર બ્રિગેડ: આગની ઘટનાને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમો પણ સ્થળ પર હાજર રહેશે.
મેડિકલ સુવિધાઓ: કોન્સર્ટ દરમિયાન કોઈપણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 11 મેડિકલ સ્ટેશન અને 7 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, 3 બેડની 7 મિની હોસ્પિટલ પણ ઉભી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજી.જી. હોસ્પિટલમાં હાર્ટએટેકના દર્દીઓ માત્ર એક જ પાર્ટ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરના જીમ્મે...
January 24, 2025 11:00 AMઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech