કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાજીનામુ આપતા કાર્યકરોમાં હતાશા: ભાજપમાં પ્રવેશ કરશે
ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે દિગ્ગજ કોંગ્રેસીઓ રાજીનામા આપી ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે હાલારના આહીર અગ્રણી અને ર૦૧૯ લોકસભા ચૂંટણીમાં મુળુભાઇ કંડોરીયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ ભાજપનો કેસરીયો ખેસ પહેરશે તેમ જાણવા મળ્યું છે, જામનગર જિલ્લાના પીઢ કોંગ્રેસી કાર્યકરે કોંગ્રેસથી છેડો ફાડતા હવે કોનો વારો ? તેવા પ્રશ્ર્નો પણ ચર્ચાઇ રહ્યા છે, આગામી દિવસોમાં કોંગ્રેસની હજુ બે-ત્રણ વિકેટ પડે તેવી અફવાએ જોર પકડયું છે.
કોંગ્રેસના દિગ્ગજ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા અને અમરીશ ડેરના રાજીનામા બાદ તેઓ બંને ભાજપમાં વિધિવત જોડાનાર છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક પછી એક કમલમમાં જઇ રહ્યા છે, હાલારમાંથી હજુ અઠવાડીયા પહેલા જ જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચીરાગ કાલરીયાએ પણ કેસરીયો ખેચ પહેરી લીધો છે અને હવે મુળુભાઇ કંડોરીયા કે જેઓ પીઢ કોંગ્રેસી કાર્યકર છે તેઓએ પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાવાના છે.
ભૂતકાળમાં મુળુભાઇ કંડોરીયાએ દ્વારકા મત વિસ્તારમાંથી ધારાસભ્ય પબુભા માણેક સામે ચૂંટણી લડી હતી અને તેનો નજીવા મતથી પરાજય થયો હતો એટલું જ નહીં અગાઉ લોકસભાની ચૂંટણી પણ તેઓએ જામનગર લોકસભા મત વિસ્તારમાંથી લડી હતી, આહિર સમાજમાં તેમનું આગવું નામ છે, અનેકવિધ સેવાકીય સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે, નંદાણા ગામ પાસે તેઓ અદ્યતન સ્કુલ પણ ચલાવે છે, જાણીતા ઉદ્યોગપતિ તરીકે તેમનું આગવું નામ છે તેમજ ખંભાળીયા, કલ્યાણપુર, દ્વારકા, ભાટીયા અને ભાણવડ મત વિસ્તારમાં આહિર સમાજમાં તેમની પુરી પકકડ છે.
જામનગર લોકસભામાંથી કદાચ તેઓ કોંગ્રેસ વતી ચુંટણી લડશે તેવી હવા બે-ત્રણ દિવસથી શરુ થઇ હતી, પરંતુ મુળુભાઇએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે આ વાતનો અંત આવે છે, એવી પણ ચર્ચા થઇ રહી છે કે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના અમુક મોટા માથાઓ પણ ટુંક સમયમાં જ ભાજપનો ખેસ પહેરીને તેવી પણ શકયતા છે. આમ ભાજપે હાલારમાં કોંગ્રેસના નેતાને ખેરવવાનું કામ શરુ કરી દીધું છે અને ઓપરેશન મીશનમાં હવે કયાં કોંગ્રેસી નેતાનો વારો આવે છે તેના પર સૌની નજર છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપે પાંચ લાખ મતથી બેઠક જીતવા નિર્ધાર કર્યો છે, ત્યારે મુળુભાઇના ભાજપમાં આગમનથી ભાજપને સારો એવો ફાયદો થનાર છે, ત્યારે આગામી દિવસોમાં ભાજપના મિશન ઉપર કોની કોની નજર છે ? તે અંગે પણ આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે, કદાચ ૧પ માર્ચ સુધીમાં ચૂંટણી પણ જાહેર થઇ જશે, ત્યારે ચૂંટણીમાં પહેલા કોંગ્રેસ સિવાય પણ કોઇ દિગ્ગજ કે કોઇ નિષ્ક્રિય નેતા ફરીથી સક્રિય થઇને ભાજપમાં જોડાઇ તેવું વાતાવરણ બની રહ્યું છે, પ્રદેશ કક્ષાએથી પણ ધ્રોલ, દ્વારકા, ખંભાળીયા અને કાલાવડના કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ભાજપમાં લાવવા માટે એક મિશન શરુ થઇ ચૂક્યું છે, ભાજપની કેશરીયા લાઇનમાં હવે કોનો કોનો સમાવેશ થાય છે ? તે આગામી દિવસોમાં ખબર પડી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 22, 2024 03:24 PMમોબાઇલ ટાવર્સનો કરોડોનો વેરો બાકી; જપ્તી નોટિસ
November 22, 2024 03:20 PMપશ્મિ શોલ જેવી મોંઘી વૂલન શાલને આ રીતે કરો વોશ, હંમેશા દેખાશે ચમકદાર
November 22, 2024 03:19 PMમવડીમાં વેલરી શો રૂમ અને ટેઇલર શોપ સહિત ત્રણ ગેરકાયદેસર બાંધકામ સીલ
November 22, 2024 03:19 PMAAPનો નવો નારો, કેજરીવાલે કહ્યું- BJP આવશે તો વીજળી-પાણીના બિલ ચૂકવવા પડશે
November 22, 2024 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech