જામનગર જીલ્લાના ખેડુતોને જાગૃત કરી પાક બચાવતા કૃષી વૈજ્ઞાનીક

  • May 20, 2021 11:36 AM 

બાજરા સંશોધન કેન્દ્રના કે.પી. બારૈયાએ 77,750 એસએમએસ ખેડુતોને પાઠવ્યા: બાજરી અને તલને નહીંવત નુકશાની નોંધાઇ

જામનગરમાં પણ વાવાઝોડાની અસરના પગલે ભારે પવન રહેતા ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના અમુક પાકોને નુકસાન જોવા મળી રહ્યું છે, જોકે જામનગરમાં ખેતીવાડી વિભાગ અને બાજરા સંશોધન કેન્દ્ર સહિતના અધિકારીઓની સજાગતાથી ખેડૂતોને વહેલાસર જાગૃત કરી દેતા ઘણા મોટા ભાગના પાકોને નુકસાન થતું અટકાવી શકાયું છે.

જામનગરમાં આજકાલ સાથે વાતચીત કરતા કૃષિ વૈજ્ઞાનિક કે.પી.બારૈયા દ્વારા જણાવવામાં આવ્યું કે બે દિવસ વાવાઝોડાની અસરના પગલે જામનગરમાં પવનની ગતિ વધારે રહેતા બાજરી અને તલના પાકને નુકસાન જોવા મળ્યું છે...જોકે આ પાવન થી વધુ કેરી અને લીંબુને નુકસાન થતું હોય છે, પરંતુ તેની ખેતી જામનગરમાં ન થતી હોવાના કારણે મુખ્યત્વે બાજરી અને તલ ને નુકસાન જોવા મળ્યું છે...

જ્યારે જામનગરમાં કૃષિ વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી ના પગલે અગાઉથી ખેડૂતોને એલર્ટ કરી દેવાતા ગ્રામ્ય પંથકમાં મોટાભાગના પાકને બચાવવામાં સફળતા મળી છે...જામનગરમાં કૃષિ વિભાગ દ્વારા 77,750 જેટલા ખેડૂતોને અગાઉ ના માધ્યમથી વાવાઝોડાની તકેદારી માટે જાણ કરાતા ખેડૂતો જાગૃત થયા અને પોતાનો પાક બચાવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક ભારે પવનની અસરના કારણે કહી શકાય કે થોડી ઘણી બાજરી અને તલના પાકને નુકસાન જોવા મળી છે. તેમ જામનગર શહેરમાં એરફોર્સ રોડ પર આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર કે.પી.બારૈયા દ્વારા વિગત આપવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS