બેડલા ગામમાં એગ્રી.સ્પ્રે પંપનું કૌંભાડ : જળસ્ત્રાવ વિકાસ સમિતીના ચેરમેન સામે ફરિયાદ

  • August 30, 2023 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેડલા ગામમાં એગ્રી.સ્પ્રે પંપનું કૌંભાડ : જળસ્ત્રાવ વિકાસ સમિતીના ચેરમેન સામે ફરિયાદ

રાજકોટ તાલુકાના બેડલા ગામમાં એગ્રી.સ્પ્રે પંપનું કૌંભાડનો પર્દાફાશ થયો છે. ૧૨૦ પંપના રૂપિયા વસૂલીને સરકારની તિજોરીમાંથી ૫.૫૮ લાખ રૂપિયા મેળવીને ઉચાપાત કરી હતી. ત્યારે હવે તપાસ સમિતિના રિપોર્ટના આધારે ફરિયાદ નોંધાઇ છે. 


રાજકોટ તાલુકાના બેડલા ગામમાં એગ્રી.સ્પ્રે પંપનું કૌંભાડ ઝડપાયું છે. વર્ષ ૨૦૨૨-૨૩ની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત બેડલા ગામને ૧૨૦ પંપની ફાળવણી થઇ હતી. જેમાંથી ૬૩ લાભાર્થીઓને પમ્પ આપ્યા નહિ. જો કે આ પંપ સરકારી ચોપડે ઉધારાયા છે. જેમાંથી જળસ્ત્રાવ વિકાસ સમિતીના ચેરમેન અજય સોરાણીએ સરકાર પાસેથી ૧૨૦ પંપના રૂપિયા વસૂલીને સરકારની તિજોરીમાંથી ૫.૫૮ લાખ રૂપિયા મેળવીને ઉચાપાત કરી હતી. સમગ્ર મામલે ખેડૂતે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા મામલો સામે આવ્યો છે. ત્યારે તપાસ કમિટીના રિપોર્ટના આધારે સમિતીના પ્રમુખ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application