નાના થાવરીયામાં આઘેડ પર ધોકાથી હુમલો કરી પતાવી દેવાની ધમકી

  • June 30, 2021 10:58 AM 

પાદરમાંથી નીકળવું નહીં તેમ કહીને એક શખ્સે દાટી મારી

જામનગર નજીક નાના થાવરીયા ગામમાં પાદરમાંથી નીકળવું નહીં તેમ કહીને ઉશ્કેરાયેલા શખ્સે એક આધેડને ધોકા વડે માર મારી અને પતાવી દેવાની ધમકી દીધી છે.

જામનગર તાબે નાના થાવરિયા ગામમાં રહેતા નંદલાલભાઇ મોહનભાઈ કારસરીયા ઉંમર વર્ષ 50 એ પંચકોશી એમાં નાના થાવરીયા ગામના સંદીપસિંહ દરબાર નામના ઈસમ સામે જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે, ગઈકાલે નાના થાવરિયા ગામે આવેલ કુદરત કોમ્પલેક્ષ પાસે આરોપી સંદિપસિંહ એ ફરિયાદીને તું હોય કે તારો ભાઈ કારો કોઈ અહીં પાદરમાંથી નીકળવું નહીં. તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા.

તેમજ ધોકા વડે નંદલાલભાઈને આડેધડ ઘા મારીને મૂઢ ઇજાઓ પહોંચાડી હતી તેમજ કાનની પાછળના ભાગે લોહીની ફૂટ જેવી ઈજા કરી તમે ત્રણેય ભાઈઓમાંથી કોઈ અહીં પાદરમાંથી નીકળ્યા તો પતાવી દેવા છે તે રીતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS