કોરોના સામે રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતોનો આક્રમક એક્શન પ્લાન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સામેના જંગમાં શહેરી વિસ્તાર કરતા વધુ આક્રમક એક્શન પ્લાન રાજકોટ જિલ્લાની અનેક ગ્રામ પંચાયતો દ્વારા તૈયાર કરીને તેની અમલવારી ચુસ્ત રીતે થઈ રહી છે. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા સહિતની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિમાં વધુ સફળ રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
રાજકોટ જેવા મોટા સીટીની માફક ગ્રામ પંચાયતએ પણ જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પાસેથી રૂપિયા ૫૦૦ નો દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. અને બેડી, કસ્તુરબા, ઘંટેશ્વર, કુવાડવા, મઘરવાડા, સણોસરા, મીતાણા, જંગવડ,સહિતની ગ્રામ પંચાયતે આ અંગેના ઠરાવો પણ કર્યા છે.


અમુક ગ્રામપંચાયતોએ તો પોતાના વિસ્તારમાં લોકોને શરદી-ઉધરસ જેવા રોગ લાગુ ન પડે તે માટે આઈસક્રીમ, ઠંડા પીણા અને પેપ્સી,માઝા, જેવી એક એક રૂપિયામાં વેચાતી ચીજ-વસ્તુઓ પ્રતિબંધિત કરી દીધી છે. અને જો કોઈ વેપારી આવી ચીજવસ્તુઓનું વેચાણ કરતો પકડાય પોતાની પાસેથી રૂપિયા ૨૧૦૦ દંડ વસુલવાની સાથોસાથ કાનૂની કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS