જામ ટાવરનું બપોરે લોકાર્પણ, સાંજે ફોટો સેશન કરાયું: મંત્રી મોડા પડ્યા

  • March 11, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ઐતિહાસિક મહત્વ ધરાવતા જામ ટાવરનો જીર્ણેાદ્ધાર કરી નવેસરથી તેને કાર્યરત કરાયા પછી રવિવારે બપોરે તેના લોકાર્પણનો કાર્યક્રમ ગુજરાત સરકારના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રાખવામાં આવ્યો હતો. બપોરે ૨–૩૦ વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી સમયસર પહોંચી શકયા ન હતા અને તેની ગેરહાજરીમાં લોકાર્પણનું કાર્ય પૂરું કરાયા પછી સાંજે ૫:૦૦ વાગ્યા આસપાસ મંત્રી આવી પહોંચતા ફોટો સેશન કરવામાં આવ્યું હતું.
ઉનાળાની ગરમીમાં બપોરે ૨–૩૦ વાગ્યે રાખવામાં આવેલા લોકાર્પણના કાર્યક્રમમાં રવિવારની રજાના કારણે પ્રમાણમાં હાજરી ઓછી હતી. પરંતુ રજા અને ગરમી હોવા છતાં રેવન્યુ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે ૨૦૦૮માં જામ ટાવરને પુન: સંરક્ષિત કરીને તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કયુ હતું. હવે ભવિષ્યમાં ૧૩૫ વર્ષ જૂના વોટસન મ્યુઝિયમને પણ અધતન બનાવીને ઇતિહાસ જીવતં રાખનાર સ્થળ તરીકે ડેવલપ કરાશે.
રાજકોટના રાજવી માંધાતાસિંહે જણાવ્યું હતું કે ૧૯૮૦ માં જામ વિભાજી દ્રારા નિર્મિત આ ટાવરના જાળવણીનું કાર્ય બિરદાવવા લાયક છે.
કલેકટર પ્રભવ જોશી એ કહ્યું હતું કે રાયના પુરાતત્વ વિભાગ હેઠળના રાજકોટ જિલ્લાના ૧૧ ઐતિહાસિક સ્મારકો અને દેશના પુરાતત્વ વિભાગ હેઠળના એક ઐતિહાસિક સ્મારક ને જાળવણીની કામગીરી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ઇન્ટેક સંસ્થા અને રાજકોટ જિલ્લા કલેકટર તત્રં વચ્ચે જિલ્લાના ઐતિહાસિક સ્મારકોના પુનરોદ્ધાર કાર્ય માટેના સહયોગના એમઓયુ કરાયા હતા. જેના પર કલેકટર પ્રભવ જોશી અને ઇન્ટેકના રિદ્ધી શાહ દ્રારા સાઇન કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવહાણે અધિક નિવાસી કલેકટર ચેતનભાઇ ગાંધી રાયસભાના સભ્ય રામભાઈ મોકરીયા મેયર નયનાબેન પેઢડીયા વોટસન મ્યુઝિયમના કયુરેટર સંગીતાબેન રામાનુજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News