BREAKING NEWS

જામનગરમાં બપોરના ગરમી શરૂ: તાપમાન ૧૮ ડીગ્રી મિશ્ર ઋતુ શરૂ થઇ સવાર-સાંજ ઠંડી

  • February 06, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં હવે ઠંડીનુ પ્રમાણ ઘટયુ છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી શહેર અને આજુબાજુના વિસ્તારમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ૧૧થી ૫ દરમ્યાન ગરમીની શરૂઆત થઇ છે પરંતુ સવાર સાંજે ૧૫ થી ૨૦ કિ.મી.નો પવન ફુંકાઇ રહ્યો છે. મિશ્ર ઋતુ હજુ પણ ચાલી રહી છે. 


કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી, મહતમ તાપમાન ૨૮ ડીગ્રી, હવામા ભેજ ૬૯ ટકા અને પવનની ગતિ ૧૫ થી ૨૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગામડાઓમાં પણ ત્રણ દિવસથી ઠંડીનુ પ્રમાણ ઘટયુ છે જેનાથી લોકોને સારો એવો ફાયદો થયો છે. જો કે આગામી દિવસોમાં હજુ એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.


આ વર્ષે ઠંડી એકાદ મહિનો મોડી શરૂ થઇ છે અને કદાચ શિયાળો એકાદ મહિનો મોડો પુરો થશે તેમ લાગે છે, એકધારી પંદર દિવસ સુધી ઠંડી પડતા હાલારનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું ધીરે ધીરે ઠંડી ઘટવાની શરૂઆત થઇ છે પરંતુ હજુ મહતમ તાપમાન ૨૮ ડીગ્રી આસપાસ રહ્યા કરે છે. હવે ધીરે ધીરે બપોરના ભાગે ગરમી શરૂ થવાની શકયતા છે. 


હવે ધીરે ધીરે લઘુતમ તાપમાન વધતુ જાય છે જો કે ત્રણ ચાર દિવસથી મહતમ તાપમાન હજુ એમનેએમ છે. એટલે કે ૨૮ રહ્યા કરે છે ત્યારે હવે બપોરે ધીરે ધીરે ગરમી શરૂ થઇ છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે જો કે અઠવાડિયાથી તાવ, શરદી, ઉધરસનાં કેસો પણ વઘ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ હજુ મિશ્ર સીઝન રહે તેવી શકયતા છે. શિવરાત્રી એટલે કે લગભગ તા.૧૫ બાદ ઘટાડો થશે. 


હાલારના તાલુકા મથકો કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, લાલપુર, ફલ્લા સહિતનાં ગામોમાં પણ ધીરે ધીરે ગરમીની શરૂઆત થઇ છે પરંતુ મિશ્રઋતુનાં કારણે રોગચાળો પણ શરૂ થઇ ચુકયો છે. ખાસ કરીને શરદી ઉધરસનાં કેસો વધી રહ્યા છે. જો કે હજુ નિષ્ણાંતો કહે છે એકાદ વખત તો ઠંડીનું રાઉન્ડ આવશે અને ૧૫ ફેબ્રુઆરી બાદ ઠંડી ઓછી થઇ જશે અને ધીરે ધીરે ગરીમીની શરૂઆત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application