યુ.એસ. રેપર અને એકિટવિસ્ટ કિલર માઈકની લોસ એન્જલસમાં ૬૬મા ગ્રેમી એવોર્ડમાં ત્રણ ગ્રેમી એવોર્ડ જીત્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (અગાઉ ટિટર) પર ટ્રેડ વેબસાઈટ ધ હોલીવુડ રિપોર્ટર દ્રારા પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં કિલર માઈકને લોસ એન્જલસ પોલીસ દ્રારા હાથકડીમાં લઈ જવામાં આવતો જોઈ શકાય છે. પોલીસ પ્રવકતા અધિકારી માઇક લોપેઝે જણાવ્યું હતું કે, માઇકની અટકાયત એરેનાની અંદર લગભગ ૪ વાગ્યાની આસપાસ ઝઘડો કરવાના કેસમાં કરવામાં આવી હતી એમ એપીએ અહેવાલ આપ્યો છે.
તે જ દિવસે, કિલર માઈકે ગ્રેમીસના પ્રીમિયર સમારોહમાં એક પછી એક ત્રણ ગ્રેમી જીત્યા પછી દલીલ અને ઝઘડો થયો હતો અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. ૪૮ વર્ષીય રેપરે અગાઉ એવોર્ડ લેતી વખતે કહ્યું હતું કે માત્ર એક જ વસ્તુ જે તમારી ઉંમરને મર્યાદિત કરે છે: તમે એવું માનતા રહો કે તમારી ઉમર એટલી નથી અને એ કરતા રહો જે તમારી ઉમરે કરવામાં ન આવતું હોય. તેમ એપીના અહેવાલમાં જણાવાયું છે. તેણે શ્રે રેપ પરફોર્મન્સ, રેપ ગીત અને રેપ આલ્બમ માટે ત્રણ ગ્રેમી જીતીને તહેલકો મચાવી દીધો હતો. કિલર માઈક ઉમેયુ હતું કે ૨૦ વર્ષની ઉંમરે, મેં વિચાયુ કે ડ્રગ ડીલર બનવું સાં છે. ભૂતકાળમાં તેના દુષ્કૃત્યોનો અફસોસ વ્યકત કરતી વખતે, માઇકે કહ્યું, ૪૦ વર્ષની ઉંમરે, મેં અફસોસ અને મેં કરેલા કાર્યેા સાથે જીવવાનું શ કયુ. ૪૫ વર્ષની ઉંમરે, મેં તેના વિશે રેપ કરવાનું શ કયુ. ૪૮ વર્ષની ઉંમરે, હત્પં અહીં મારા કાર્યેા માટે સહાનુભૂતિથી ભરેલા માણસ તરીકે ઉભો છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech