'ગંગુબાઈ કાઠિયાવાડી'નું ટીઝર જોયા બાદ નીતુએ આલ્યા પર વરસાવ્યો પ્રેમ

  • February 25, 2021 12:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના ટીઝર બાદ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને ડિરેક્ટર સંજય લીલા ભણસાલીના ચાહકો આ ફિલ્મ વિશે ઘણી ચર્ચા કરી રહ્યા છે. ટીઝરમાં ચાહકોને ભણસાલીના શૂટિંગની એક પરિચિત શૈલી જોવા મળી છે. ટીઝર જોયા બાદ માત્ર ચાહકો જ નહીં, રણબીર કપૂરની માતા એટલે કે નીતુ કપૂર પણ ખૂબ ખુશ છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું ટીઝર જોયા પછી તેણે આલિયા પર પ્રેમ વરસાવ્યો છે.

આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ની ઘણી ચર્ચા થઈ રહી છે. બુધવારે પહેલા નવા પોસ્ટર અને રિલીઝની તારીખ બહાર આવી અને પછી થોડા સમય પછી ફિલ્મનું ટીઝર બહાર આવ્યું. આલિયાની ફિલ્મનું ટીઝર જોયા પછી રણબીર કપૂરની માતા નીતુ કપૂરે આલિયાના અભિનયની પ્રશંસા કરી છે.

તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના ટીઝર પર પોતાની કમેન્ટ આપી છે. તેમણે લખ્યું, 'આઉટસ્ટેન્ડિંગ,આલિયા ભટ્ટ, અદ્ભુત છે.'

દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' મુંબઈ માફિયા ક્વીન ગંગુબાઈ કાઠિયાવાડી પર આધારિત છે, જે પહેલા એક સેક્સ વર્કર હતી અને બાદમાં અન્ડરવર્લ્ડ ડોન બની હતી.  સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આલિયા આ ફિલ્મમાં ખૂબ જ શક્તિશાળી અવતારમાં જોવા મળી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS