બે દિવસમાં ત્રણ બેઠકો બાદ આખરે ચંપાઈ સોરેનને સરકાર બનાવવાનું આમંત્રણ

  • February 02, 2024 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઝારખંડના રાયપાલ સીપી રાધાકૃષ્ણને ગઈકાલે મોડી રાત્રે ચંપાઈ સોરેનને રાયમાં નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. આજે ચંપાઈ સોરેનની સાથે કોંગ્રેસના આલમગીર આલમ અને આરજેડીના સત્યાનદં ભોકતા એક સાદા સમારોહમાં શપથ લેશે. આ પહેલા રાયપાલે ચંપાઈ સોરેનને ગઈકાલે લગભગ ૧૧ વાગે રાજભવન બોલાવ્યા અને તેમને નવી સરકાર બનાવવાનો પત્ર આપ્યો.

ઝારખંડમાં ગઈકાલે દિવસભર રાજકીય તાપમાન ઉંચુ રહ્યું હતું અને રાજકીય વર્તુળોમાં તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ મોડી રાત્રે તમામ અટકળોનો હવે અતં આવ્યો છે ચંપાઈ સોરેનના મુખ્યમંત્રી પદના શપથ બાદ રાયપાલે સોરેનને ૧૦ દિવસની અંદર વિધાનસભામાં બહત્પમત સાબિત કરવાનો સમય આપ્યો છે.


ગઈકાલે જેએમએમ–કોંગ્રેસ–આરજેડી ગઠબંધન વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા અને હેમતં સોરેનના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા પછી, ચંપાઈ સોરેન રાયપાલને મળ્યા હતા અને ૪૭ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યેા હતો અને સમર્થનનો પત્ર સોંપ્યો હતો. તેમને, પરંતુ રાયપાલે તેમને સરકારની મંજૂરી આપવાનો ઇનકાર કર્યેા હતો. ગઈકાલે દિવસ દરમિયાન, ચંપાઈ સોરેને ફરી એકવાર રાયપાલને ધારાસભ્યોના સમર્થનના પત્ર સાથે પત્ર લખ્યો અને તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવા વિનંતી કરી. આ પછી સાંજે ૫.૩૦ની આસપાસ તેને પાંચ લોકો સાથે રાજભવન બોલાવવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમ બાદ રાયપાલ સીપી રાધાકૃષ્ણને મોડી રાત્રે ૧૧ વાગે ચંપાઈ સોરેનને બોલાવ્યા અને તેમને સરકાર બનાવવાનો પત્ર આપ્યો અને શુક્રવાર અથવા શનિવારે શપથ લેવા કહ્યું. આ અંગે ચંપાઈ સોરેને કહ્યું કે તેઓ શુક્રવારે જ શપથ લેશે.


બીજી બાજુ, નવી સરકારની રચનામાં વિલંબને કારણે, ગઠબંધન દ્રારા ભાજપના સંભવિત હોર્સ–ટ્રેડિંગના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે તેના મોટાભાગના ૪૭ ધારાસભ્યોને હૈદરાબાદમાં સ્થાનાંતરિત કરવાની યોજના બનાવી હતી. દિવસના રાજકીય વિકાસમાં, ગઈકાલે મોડી રાત્રે સાંજે ગઠબંધનના ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. રાંચી એરપોર્ટ પર બે ચાર્ટર્ડ પ્લેન તૈયાર હતા. ૪૦ ધારાસભ્યો તેમાં સવાર હતા પરંતુ ખરાબ હવામાનને કારણે પ્લેન ટેક ઓફ કરી શકયું ન હતું. બાદમાં તમામ ધારાસભ્યો લગભગ ૯.૩૦ વાગ્યે સર્કિટ હાઉસ પરત ફર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application