શહેરના થોરાળા વિસ્તારમાં સરાજાહેર ખુલ્લેઆમ દેશી દારૂની મહેફિલ મંડાઈ હોય તેનો વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો વાયરલ થયા બાદ દારૂબંધીને લઈ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોના પગલે થોરાળા પોલીસ સફાળી જાગી ગઈ હોય તેમ પોલીસે આજરોજ કુબલીયાપરામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ધોંસ બોલાવી હતી. દેશી દારૂની ચાર મહિલા ધંધાર્થીને પોલીસે ઝડપી લઇ દેશી દારૂ અને દારૂ બનાવવાનો આથો સહિતના સામાનનો નાશ કર્યો હતો. તેમજ અલગ- અલગ ચાર ગુના દાખલ કરી કાર્યવાહી કરી હતી.
દારૂબંધી હોવાછતાં છાનાખૂણે દારૂની મહેફિલ થતી હોવાનું સૌ કોઈ જાણે છે. પરંતુ ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જે દારૂબંધીનો સદંતર છેદ ઉડાવી દીધો હતો. વાયરલ થયેલા વીડિયોમાં સરાજાહેર 10 થી 12 જેટલા વ્યક્તિઓ દેશી દારૂની મજા માણી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું હતું. વાયરલ થયેલો આ વિડીયો થોરાળા વિસ્તારનો હોવાનું માલુમ પડ્યું હતું.જે વિડિયોને લઇ પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ આ પ્રકારનો વિડીયો વાયરલ થતાં થોરાળા પોલીસ એક્શનમાં આવી ગઈ હોય તેમ આજરોજ પીઆઇ એન.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.એમ. પરમાર અને પી.એસ.આઇ.એમ.એસ. મહેશ્વરીની ટીમ દ્વારા સવારના સુમારે કુબલીયાપરા વિસ્તારમાં પ્રોહિબિશનની ખાસ ડ્રાઇવ યોજી દેશી દારૂની ચાર મહિલા ધંધાર્થીઓને ઝડપી લીધી હતી. પોલીસે આ ડ્રાઈવ દરમિયાન 285 લીટર દેશી દારૂ,1200 લીટર આથો સહિત રૂ. 8,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ અલગ અલગ ચાર ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech