હાઇકોર્ટના આદેશ બાદ મ્યુ. તંત્ર દ્વારા સરીતા શોપિંગ સેન્ટરની ૩૧ દુકાનોને નોટિસ ફાટકરી

  • November 22, 2023 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટર ફ્લાયઓવર માટે અડચણરૂપ હોય મહાપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાય બાદ શોપિંગ સેન્ટરની દુકાનોના કબ્જેદારોએ હાઇકોર્ટમાં દાદ માંગી હતી. દરમિયાનમાં હાઇકોર્ટએ મહાપાલિકાની તરફેણમાં ચુકાદો જાહેર કરાતા મ્યુ. તંત્રએ શોપિંગ સેન્ટર દૂર કરવા કમર કસી  ૪૪દુકાનોના કબ્જેદારોને નોટીસ ફટકારી છે. ત્યારે હવે નોટીસની મુદત પૂર્ણ થયા બાદ ફ્લાય ઓવર માટેની અડચણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરાશે.


બોરતળાવ વિસ્તારમાં આવેલા સરિતા શોપિંગ સેન્ટર ફ્લાય ઓવર માટે અડચણરૂપ હોય મહાપાલિકા દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરી હતી જે અંગે શોપિંગ સેન્ટરના કબ્જેદારોઅરે હાઇકોર્ટની દાદ માંગી હતી. દરમિયાનમાં હાઇકોર્ટએ મહાનગરપાલિકાની તરફેણમાં આદેશ કરતા મ્યુ. તંત્ર દ્વારા શોપિંગ સેન્ટરની ૪૪દુકાનોના કબ્જેદારોને નોટીસ ફ્ટકટવામાં આવી હતી. અને નોટીસની મુદત પૂર્ણ થયે તંત્ર દ્વારા ફ્લાય ઓવર માટે અડચણરૂપ સરિતા શોપિંગ સેન્ટર દૂર કરવા કાર્યવાહી હાથ ધરાનાર હોવાનું મ્યુ. તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application