પોરબંદરમાં શિયાળાની કાતિલ ઠંડીમાં શ્ર્વાન માટે આવાસના વિશિષ્ટ સેવાયજ્ઞ નો પોરબંદર ‘આજકાલ’ના સૌજન્યથી અને દાતાના સહયોગથી શુભારંભ થયો છે જેમાં લોકો તેમના આવાસ અને વેપારીઓ તેમની દુકાન પાસે પથ્થરની વ્યવસ્થા કરી આપે તો ધાબળા, કંતાન સહિત જરી ચીજવસ્તુઓ નિ:શુલ્ક અપાશે.
અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર શહેર અને જિલ્લામાં પણ આ વર્ષનું સૌથી નીચું તાપમાન ૧૦.૫ ડિગ્રી ગઈકાલે નોંધાયું છે અને હજુ ઠંડુ વાતાવરણ વધે તેવી સંભાવના છે ત્યારે શહેરના જુદા -જુદા વિસ્તારોમાં વસતા શ્ર્વાન અને તેના ગલુડિયા ઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે. ખૂબ જ વધુ પડતી ઠંડી પડી રહી હોવાથી ગલુડિયાઓમાં પાર્વો નામનો રોગ ફેલાયો છે અને તેના કારણે અનેક બચ્ચાઓ મોતને ભેટી રહ્યા છે. ત્યારે તેઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પોરબંદરના ખોડીયાર જ્વેલર્સ વાળા અશોકભાઈ સોનીના સહયોગથી પોરબંદર ‘આજકાલ’ દ્વારા એક વિશિષ્ટ સેવા યજ્ઞનો શુભારંભ થયો છે જેમાં પોરબંદર શહેરના કોઈપણ વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો તેમના આવાસ કે વેપાર ધંધાના સ્થળ પાસે ગલુડિયાઓ માટે ઠંડીથી બચવા નાના એવા મકાન બનાવવા માટે પથ્થરની વ્યવસ્થા કરી આપે તો ત્યાં ગલુડિયાઓને આવાસમાં ઠંડી પડે નહીં તે માટે નિ:શુલ્ક ધાબળા અને કોથળા સહિતની ચીજ વસ્તુઓની તમામ વ્યવસ્થા અશોકભાઈ સોની દ્વારા કરી આપવામાં આવશે જેથી શ્ર્વાન અને તેના બચ્ચાઓનો જીવ બચી જાય. એટલું જ નહીં પરંતુ તેઓને આ પ્રકારના ઘરની વ્યવસ્થા કરી આપવામાં આવે તો તેઓ રસ્તે રઝડતા બચી જશે અને તેના કારણે અકસ્માત થી થતા મોતનું પ્રમાણ પણ અટકશે. પોરબંદર શહેરમાં ક્યાંય કોઈપણજગ્યાએ ગલુડિયાઓ માટે આવાસ બનાવવા હોય તો તેના માટે ધાબડા અને કોથળા સહિત વસ્તુઓ માટે પોરબંદર ‘આજકાલ’ ના સહતંત્રી જિજ્ઞેશ પોપટના મોબાઈલ નંબર ૯૮૭૯૦ ૨૨૧૫૪ ઉપર સંપર્ક સાધી શકાય છે. જેટલા પ્રમાણમાં ધાબળાની જરીયાત હશે તે સંપૂર્ણપણે નિ:શુલ્ક આપવામાં આવશે તેમ જણાવીને પોરબંદરવાસીઓને આ પ્રોજેકટનો વધુને વધુ લાભ લેવા અને જીવદયાના આ કાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech