પૃથ્વી પરના સૌથી મોટા વિનાશ બાદ નવા જીવનના અંકુર ફૂટ્યા

  • October 23, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ૬૬ મિલિયન વર્ષ પહેલા એક વિશાળ ઉલ્કાએ પૃથ્વી પર ભયંકર તબાહી મચાવી હતી, જેના કારણે ડાયનાસોર અને અન્ય ઘણા જીવો લુ થઈ ગયા હતા. અમેરિકન વૈજ્ઞાનિકો દ્રારા કરવામાં આવેલા નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે પૃથ્વી પર ટકરાયેલી આ સૌથી મોટી ઉલ્કા નથી. સૌથી મોટી ઉલ્કા ૩.૨૬ અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર પડી હતી. જે પછીથી પડેલી ઉલ્કાઓ કરતાં ૨૦૦ ગણી મોટી હતી અને માઉન્ટ એવરેસ્ટ કરતાં ચાર ગણી મોટી હતી. 'પ્રોસીડિંગ્સ આફ ધ નેશનલ એકેડેમી આફ સાયન્સ'માં પ્રકાશિત થયેલા હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સંશોધનમાં તેને 'વિશાળ ઉર્વરક બોમ્બ' તરીકે વર્ણવવામાં આવ્યું હતું. કારણ કે તેનાથી વિશાળ વિનાશ સાથે જ પૃથ્વી પર નવા જીવનના અંકુર ફટા હતા, જેણે જીવનના નવા બીજને અંકુરિત કરે છે. ઉલ્કાના અથડામણ પછી પૃથ્વી પર ફોસ્ફરસ અને આયર્નનો ભંડાર વધ્યો. આનાથી તે સમયગાળાના બેકટેરિયા અને આર્કિઆને ખીલવા માટે જરી પોષક તત્વો મળ્યા હતા.
સંશોધકોએ ઉત્તર–પૂર્વ દક્ષિણ આફ્રિકામાં બાર્બર્ટન ગ્રીનસ્ટોન બેલ્ટના પ્રાચીન ખડકો પર આ ઉલ્કાની અસરનો અભ્યાસ કર્યેા હતો. તેમને પ્રાચીન કાર્બનિક પદાર્થેાના રાસાયણિક હસ્તાક્ષર અને દરિયાઈ બેકટેરિયાના અવશેષો મળ્યા. આ બતાવે છે કે વિનાશ પછી જીવન સામાન્ય થઈ ગયું છે. પૃથ્વી પર જીવનના વિકાસની પ્રક્રિયા માત્ર ઝડપી જ નહીં પરંતુ તે પહેલા કરતાં વધુ સમૃદ્ધ પણ બની હતી.
સંશોધનના મુખ્ય લેખક નાદયા ડ્રાબોન કહે છે કે ઉલ્કાનો વ્યાસ લગભગ ૩૭–૫૮ કિલોમીટર હતો. પૃથ્વી સાથે તેની અથડામણ એટલી વિનાશક હતી કે ઘણા ખડકો વરાળ અને ધૂળમાં ફેરવાઈ ગયા અને સમગ્ર પૃથ્વી પર ફેલાઈ ગયા. અથડામણથી સમુદ્રના તળ ઉખડી ગયા. ઊર્જાએ વાતાવરણને એટલું ગરમ કયુ કે સમુદ્રની ઉપરની સપાટી ઉકળવા લાગી. ધૂળને સ્થિર થવામાં અને વાતાવરણમાં ઠંડક આવવામાં ઘણા દાયકાઓ લાગ્યા હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application