વિક્રમ લેન્ડર પછી વિક્રમ–૧ની જોરદાર ચર્ચા

  • October 25, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈસરોએ એક અલગ વાદળી રંગનું રોકેટ તૈયાર કયુ છે. ભારતીય ખાનગી ક્ષેત્રની મોટી કંપની સ્કાયટે નાના ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની દિશામાં એક મોટું પગલું ભયુ છે. તેમનું માનવું છે કે આવનારા વર્ષેામાં હજારો રોકેટ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે અને ભારતનું અવકાશ ક્ષેત્ર તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ચંદ્રયાન–૩ના વિક્રમ લેન્ડર વિશે ભાગ્યે જ હવે કોઈ અજાણ હશે, એ જ જે 'માસ્ટર' પ્રજ્ઞાનને પોતાની સાથે લઈને ચદ્રં પર ઉતર્યેા હતો. રોવર અને લેન્ડર બંને હાલમાં ચદ્રં પર આરામ કરી રહ્યાં છે. આ દરમિયાન પૃથ્વી પર વિક્રમ–૧ વિશે ચર્ચા શ થઈ ગઈ છે. તે થોડો વાદળી રંગનો છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે તેનું અનાવરણ કયુ છે. ખરેખર, વિક્રમ–૧ એ આધુનિક 'ભીમ' રોકેટ છે. કાર્બન–ફાઈબર માળખું અને શકિતશાળી ક્ષમતા ધરાવતું આ રોકેટ ઘણા ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં પહોંચાડી શકે છે.સ્પેસ સેકટર સ્ટાર્ટઅપ સ્કાયટ એરોસ્પેસે તેનું સ્વદેશી બનાવટનું વિક્રમ–૧ રોકેટ દુનિયાને બતાવ્યું છે. તે આવતા વર્ષની શઆતમાં 'ભીમ' રોકેટ ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે. તે ભારતના ખાનગી ક્ષેત્રની રોકેટ બનાવવાની ક્ષમતા પણ દર્શાવે છે.


સેટેલાઇટ લોન્ચ કરવું એ કેબ બુકિંગ જેટલું જ સરળ બનશે તેવો કંપનીનો દાવો
સ્કાયટના જણાવ્યા અનુસાર, આગામી દાયકામાં ૨૦,૦૦૦ થી વધુ નાના ઉપગ્રહો લોન્ચ થવા જઈ રહ્યા છે. વિક્રમ કુશળતા, ટકાઉપણું અને ખર્ચ–અસરકારકતા સાથે આ કાર્યને પૂર્ણ કરવા માટે રચાયેલ છે.વિક્રમ અનેક ભ્રમણકક્ષામાં રોકેટ મોકલી શકે છે અને અન્ય ગ્રહો પર પણ જઈ શકે છે. કંપનીનો દાવો છે કે ટૂંક સમયમાં સેટેલાઇટ લોન્ચ કરવું એ કેબ બુકિંગ જેટલું જ સરળ બનશે. સ્ટાર્ટઅપનું નવું હેડકવાર્ટર દક્ષિણ હૈદરાબાદમાં જીએમઆર એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ ૬૦,૦૦૦ ચોરસ ફટના સ્કાયટ હેડકવાર્ટરની મુલાકાત લીધી અને તેને દેશના સૌથી મોટા ખાનગી રોકેટ વિકાસ કેન્દ્ર તરીકે વર્ણવ્યું.


વિક્રમ–૧ની ખાસિયતો અને વિશેષતાઓ
– વિક્રમ–૧ સાત માળનું ઐંચું મલ્ટી–સ્ટેજ રોકેટ છે.
– અનેક ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવાની ક્ષમતા સાથે તે વિશ્વની ચુનંદા કલબમાં સામેલ થઈ ગઈ છે.
– વિક્રમ–૧ લગભગ ૩૦૦ કિલોગ્રામ પેલોડને નીચી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
– તે સંપૂર્ણપણે કાર્બન–ફાઇબર માળખું ધરાવતું રોકેટ છે, જે ઘણા ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકી શકે છે.
– ગયા વર્ષે ૧૮ નવેમ્બરે વિક્રમ–એસ રોકેટના સફળ પ્રક્ષેપણ પછી વિક્રમ–૧ સ્કાયટનું બીજું રોકેટ હશે, જેને ૨૦૨૪ની શઆતમાં લોન્ચ કરવાની યોજના છે.
– સ્કાયટએ તેની વેબસાઈટ પર વિક્રમ–૧, વિક્રમ–૨, વિક્રમ–૩ વિશે માહિતી આપી છે.
– તેની પેલોડ ક્ષમતા, આર્કિટેકચર અને તમામની લવચીકતા અત્પત છે.
– વિક્રમ–૧ માં આવેલ 'વિક્રમ' ભારતના અવકાશ કાર્યક્રમના પિતા ડો. વિક્રમ સારાભાઈના નામ પરથી લેવામાં આવ્યું છે.
– સ્કાયટે કહ્યું છે કે વિક્રમ શ્રેણીના સ્પેસ લોન્ચ વ્હીકલને નાના સેટેલાઇટ માર્કેટ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application