ક્રૂડ બાદ હવે શાક, કઠોળ, ચોખાના ભાવ આસમાનને આંબે તેવી ભીતિ
ક્રૂડ બાદ હવે શાક, કઠોળ, ચોખાના ભાવ આસમાનને આંબે તેવી ભીતિ
June 03, 2026 02:11 PM
ભારતમાં યારે પણ ફુગાવાની ચર્ચા થાય છે, ત્યારે ક્રૂડ ઓઇલના ભાવનો ઉલ્લેખ સૌથી પહેલા થાય છે. પરંતુ હવે, દેશના અર્થતત્રં માટે એક નવો ખતરો ઉભરી આવ્યો છે. આ ખતરો ખાતરના વધતા ભાવ અને પુરવઠામાં વિક્ષેપના લીધે સર્જાયો છે .ક્રૂડ બાદ હવે શાક નિષ્ણાતો માને છે કે જો પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરશે નહીં, તો આગામી મહિનાઓમાં શાકભાજી, કઠોળ અને અનાજ વધુ મોંઘા થઈ શકે છે, જેનાથી સામાન્ય લોકોના ઘરના બજેટ વેર વિખેર કરી નાખશે.નિષ્ણાતો વધુમાં ઉમેરે છે કે જો ચોમાસું અપેક્ષા કરતાં નબળું રહેશે અને ખાતરના ભાવ ઐંચા રહેશે, તો ખાધ પદાર્થેાના ફુગાવામાં તીવ્ર વધારો થઈ શકે છે. પરિણામે, શાકભાજી, કઠોળ, અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધી શકે છ