ત્રીજી વખત PM બન્યા બાદ મોદીએ આપી દેશભરના ખેડૂતોને મોટી ભેટ

  • June 10, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે.


સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. સોમવારે (10 જૂન) PM મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે.


PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ થશે.


શું કહ્યું  PM મોદીએ?


ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે ખેડૂતોના કલ્યાણ માટે શક્ય તેટલું કામ કરવા માંગીએ છીએ. અમારી સરકાર તેના પર સતત કામ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application