શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે રામનગરમાં રહેતો રીક્ષા ચાલક યુવાન હનુમાન મઢી પાસે ચાની હોટલે હતો ત્યારે તેના પર નામચીન કચરા બંધુ અને તેના સાળાએ મળી ધોકા અને પાઇપ વડે યુવાન પર જીવલેણ હત્પમલો કર્યેા હતો.ગાંધીગ્રામ પોલીસે આ બનાવમાં ફરાર કચરા બંધુ સહિત ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતાં.હત્પમલો કર્યા બાદ આરોપીઓ ભાવનગર તરફ નાસી ગયા હતાં.રાજકોટ પરત આવતા જ પોલીસે દબોચી લીધા હતાં.
હનુમાન મઢી પાસે રામનગર શેરી નંબર–૩ માં રહેતા અલ્તાફ સલીમભાઇ કારીયાણીયા (ઉ.વ ૩૪) પર ગત તા.૬૬ ના રોજ નહેનગરમાં રહેતા ઈમરાન રમજાનભાઈ કચરા, અખ્તર શોકતભાઈ કચરા અને સુભાષનગરમાં રહેતા આફતાબ રફિકભાઈ કચરએ મળી હનુમાન મઢી ચોક પાસે નવઘણ ચાની હોટલે ધોકા–પાઇપ વડે ખુની હત્પમલો કર્યેા હતો. રમજાન કચરાએ કહ્યું હતું કે, તું મારા ભાઈની પત્ની સામે કેમ ખરાબ નજરે જુએ છે? તેમ કહી ગાળાગાળી કરી આ હત્પમલો કર્યેા હતો.આ અંગે યુવાનના પિતા સલીમભાઇ કારીયાણીયાની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ બી.ટી.અકબરીની રાહબરીમાં પીએસઆઇ એન.વી.હરિયાણી તથા તેમની ટીમે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.દરમિયાન એઅસઆઇ ધર્મેન્દ્રસિંહ રાણા,કુલદીપસિંહ રાણા અને પ્રદિપભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે ત્રણેય આરોપી ઇમરાન ઉર્ફે પીન્ટુ રમજાનભાઇ કચરા(ઉ.વ ૩૫), અખ્તર સોકતભાઇ કચરા(ઉ.વ ૨૩) અને આફતાબ ઉર્ફે ચીકુ રફીકભાઇ કચરા(ઉ.વ ૨૯) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.પોલીસે જણાવ્યું હતું
ઇમરાન ઉર્ફે પીન્ટુની કેબિનમાંથી દારૂ મળ્યો
ખુની હુમલાની આ ઘટના બાદ નાસી ગયેલા આરોપીને ઝડપી લેવા પોલીસે તેમના નિવાસ્થાન અને આશ્રયસ્થાને તપાસ કરી હતી. દરમિયાન આરોપી ઇમરાન ઉર્ફે પિન્ટુની સુભાષનગરમાં કેબીન આવેલી હોય પોલીસે અહીં તપાસ કરતા અહીંથી દાની ૧૨ બોટલ મળી આવી હતી. જેથી આ અંગે ઇમરાન સામે પોલીસે અલગથી ગુનો નોંધ્યો હતોમલો કરી ભાવનગર તરફ નાસી ગયા હતાં.ત્યાંથી પરત રાજકોટ આવતા આ અંગેની માહિતી મળતા પોલીસે તુરતં તેને ઝડપી લીધા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech