જામનગરના ઐતિહાસિક રાજાશાહી સમયના સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાત્રી રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે મોટર માર્ગે જામનગર નજીક રિલાયન્સના વન તારા ખાતે જવા માટે વડાપ્રધાન મોદી રવાના થયા હતા.
વીતેલા ગત વર્ષની અંદર સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે રાત્રે રોકાણ કરવામાં આવ્યું છે અને આ પણ એક ઐતિહાસિક ઘટના કહી શકાય ત્યારે દિલ્હી થી સીધા હવાઈ માર્ગે જામનગર એરફોર્સેશન ખાતે ગઈકાલે મોડી સાંજે પધારેલા વડાપ્રધાનનો કાફલો સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યો હતો અને વડાપ્રધાન દ્વારા સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ મુજબ આજે વહેલી સવારે સર્કિટ હાઉસથી વડાપ્રધાનના વાહનોનો કોનવે કાફલો શરૂ થયો હતો અને જામનગરથી ખંભાળિયા બાયપાસ થઈ મોટર માર્ગે વનતારા ખાતે પહોંચ્યા હતા.
જ્યારે આજે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જામનગરના સર્કિટ હાઉસ ખાતેથી સવારે પોણા છ વાગ્યે જામનગર નજીક આવેલા રિલાયન્સ વનતારા ખાતેની મુલાકાત લેવા માટે રવાના થયો હતો. જ્યાં અનંતભાઈ અંબાણી અને
રિલાયન્સ પરિવાર
દ્વારા વડાપ્રધાનનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રિલાયન્સની અંદર ખૂબ જ અદભુત શણગાર અને સુંદર વ્યવસ્થા વડાપ્રધાનના પ્રવાસને લઈને કરવામાં આવી છે. અલગ અલગ પ્રાણીઓ સાથેના પોસ્ટરો પણ વડાપ્રધાનને આવકારવામાં આવતા હોય તેવા લાગવામાં આવ્યા છે. જ્યારે વનતારા બન્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લેવા માટે પધારી રહ્યા હોય ત્યારે રિલાયન્સ પરિવારમાં પણ મુલાકાતને લઈને એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
ખાસ કરીને વડાપ્રધાનનો ગુજરાતનો આ પ્રવાસ વાઇલ્ડ લાઇફ અને પર્યાવરણને લઈને ખૂબ જ મહત્વનો સાબિત થઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાનની વનતારાની મુલાકાત પણ ઐતિહાસિક સાબિત થઈ શકે છે. આજ સવારથી બપોર સુધી વનતારાની મુલાકાત લીધા બાદ અને વનતારા ખાતે બપોરનું ભોજન લઈ હેલિકોપ્ટરથી વડાપ્રધાન સાસણગીર અને આગળના પ્રવાસ માટે રવાના થશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application