BREAKING NEWS

સાચવવા આપેલો મોબાઈલ અને પૈસા ન આપતા ઝપાઝપી, છુરાબાજી બાદ વાત હત્યા સુધી પહોંચી

  • April 30, 2026 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ વાવડી રોડ પર ગઇકાલ લુંટ વીષ મર્ડરની શંકાસ્પદ ઘટનામાં ઈજાગ્રસ્ત પુવાન જ આરોપી નીકળતા ચોંકાવનારી વળાંક આવ્યો હતો. સંતોષ નામના પરપ્રાંતીય યુવાને મિત્ર એવા મૃતક દિનેશને મોબાઈલ અને રોકડ રૂ.૫૫૦૦ આપ્યા હોય જે પરત ન આપતા બંને વચ્ચે માથાકૂટ અને ઝપાઝપી થયા બાદ એકબીજાને છરીના ઘા ઝીંકી દીધા હતાં. જેમાં ખાડામાં પડી ગયેલા દિનેશનું મોત વધું હતું. આ ઘટના અંગે તાલુકા સંતોષ સામે હત્યાનો અને સંતોષની ફરિયાદ પરથી દિનેશ સામે હત્યાની પ્રયાસનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. વાવડી રોડ ફાલ્કન કંપની નજીક રહેતો મુળ યુપીના શીવરાના સંતોષ બુદુનલાલ જમાર વિરુધ્ધ આ બનાવમાં તાલુકા પોલીસે હત્યાનો ભોગ બનેલા દિનેશ શીવશંકર ગૌતમ (ઉવ.૨૯)ના કુટુંબી ભાઈ ભવાનીનગરમાં રહેતાં મુળ યુપીના રાકેશ ફુલચંદ્ર ગોતમ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ સંતોષ બુદુનલાલ જમાર (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરવી તેના મૃતક મિત્ર દિનેશ ગોતમ વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરાયો છે.રાકેશ ગૌતમે ફરિયાદમાં જણાવ્યું છે કે દિનેશ સાથે મારે ત્રણેક દિવસ પહેલા વાત વઈ હતી ત્યારે પોતે ૨૯/૪ના રોજ વતન જવાનો છે તેવી વાત કરી હતી. આ પછી મને બુધવારે ૨૯મીએ બપોર બાદ સોશિયલ મિડીયાથી જાણ થઈ હતી કે દિનેશનું મૃત્યુ થયું છે. આથી હું પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ગયો હતો અને લાશ ઓળખી હતી. આ પછી મને જાણ થઈ હતી કે મૃત્યુ પામનાર મારા ભાઈ દિનેશની સાથે જ રહેતાં સંતોષ ઉર્ફે શીવો પણ ઈજાગ્રસ્ત થયો છે અને તે પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. જેવી મેં શીવાને પુછતાં તેણે કહેલું કે હું અને દિનેશ વતનમાં જવું હોઈ કપડા લેવા ગયા હતાં. ત્યારે મેં દિનેશને મારો મોબાઈલ ફોન અને ૫૫૦૦ રૂપિયા સાચવવા આપ્યા હતાં. આ પછી બંને અલગ પડી ગયા હતાં.વતન જવાનું હોઈ રાતે ત્રણેક વાગ્યે દિનેશ રૂમમાં તેનો ફોન શોધતો હતો. આ પછી તેણે કહેલું કે મારો ફોન ક્યાંક
પડી ગયો છે એ શોધવા જવું છે. આવી અમે બંને સુમેથી ફોન શોધવા નીકળ્યા હતાં. વાવડી રોડ કાળભેરવ દાદાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે મેં દિનેશને કહેલું કે મારો મોબાઈલ અને ૫૫૦૦ રૂપિયા તને સાચવવા આપ્યા હતાં તે મને આપી દે આ વાતે દિનેશે મારી સાથે ઝઘડો કરી મને લાફો મારી દેતાં મેં મારી પાસે રહેલી છરી તેના ડાબા હાથમાં મારી દીધી હતી. એ પછી દિનેશે છરી ઝુંટવી મને પેટના ભાગે ચારેક થા અને પડખામાં એક ઘા મારી દેતાં હું દિનેશને ધક્કો મારી નીચે પાડવા જતાં અમે બંને રોડ સાઈડના ખાડામાંપડી ગયા હતાં. બાદ તે ઉભો વઈ શક્યો નહોતો. મને લોહી નીકળતું હોઈ ચીસો પાડતો રોડ પર પહોંચ્યો હતો. એક બાઈકવાળા ભાઈ નીકળતાં તેના મારફત ૧૦૮ બોલાવી હતી અને હોસ્પિટલે દાખલ થયો હતો. તેમ સંતોષ
ઉર્ફે શિવાએ વાત કરી હતી. મારા ભાઈને સંતોષે જ મારી નાખ્યો હોઈ તેના વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. સામા પક્ષે સંતોષ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે મેં દિનેશ પાસે મારો ફોન, રૂપિયા માંગતા તેને સારૂ ન લાગતાં તે મને પોતાનો ફોન ખોવાયો છે શોધવા જવું છે કહીને વાવડી રોડે લઈ ગયા બાદ ઝઘડો કરી મને ફડાકો મારી દેતાં મેં તેને છરીનો ઘા મારી દીધી હતો. બાદમા તેણે છરી ઝુંટવી મને વળતા પાંચેક ઘા મારી દીધા હતાં. તેમ સંતોષ વધુમાં જણાવ્યું હતું. સંતોષની ફરિયાદ પરથી મૃતક દિનેશ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. તાલુકા પોલીસ મથકના પીઆઈએસ.આર.મેઘાણી, પીએસઆઈ એચ એમ મહારાજ, પીએસઆઈ એમ. આઈ. શેખ અને સ્ટાફ વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application