શુભમન ગિલની બેટિંગ બાદ સારા તેન્ડુલકરની પોસ્ટ થઇ વાયરલ

  • January 21, 2023 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ટીમ ઇન્ડિયાના ધાંસુ બેટસમેન સાથે જોડાય છે બે સારાનું નામ
  • ફેન્સને મુંઝવણ શુભમનનું રિલેશન કઇ સારા સાથે ચાલી રહ્યું છે



ટીમ ઇન્ડિયાના ક્રિકેટર શુભમન ગિલનું નામ આજકાલ બહુ ચર્ચાઇ રહ્યું છે. શ્રીલંકી અને ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી બે વન ડેમાં સદી અને બેવડી સદી ફટકારતા શુભમન સોશિયલ મીડિયામાં છવાઇ ગયો છે. તેની સાથે જ બે સારા એક અલી ખાન બીજી તેન્ડુલકર પણ ચર્ચાઇ રહી છે.

 સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરે સોશિયલ મીડિયા પર ત્રણ નવી પોસ્ટ કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અપલોડ કરી છે. તેના માધ્યમથી તેણે તે વાતની જાણકારી આપી છે કે તેના નામથી છપાયેલી 2023ની ડાયરી આવી ગઇ છે અને તેને ફેન્સ તેની વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન મંગાવી પણ શકે છે.

સારા તેંડુલકર આ વચ્ચે શુભમન ગિલની 208 રનની તાબડતોબ બેટિંગના કારણે પણ ચર્ચામાં છે. હકીકતમાં ન્યૂઝીલેન્ડ વર્સેસ ઇન્ડિયાની મેચમાં શુભમન ગિલ જ્યારે ફિલ્ડિંગ કરી રહ્યો હતો, ત્યારે દર્શકો સ્ટેડિયમમાં સારા-સારાની બૂમો પાડતા જોવા મળ્યા હતા. સારાના નામની બૂમો સાંભળીને શુભમન ગિલે પણ દર્શકો તરફ વળી હાથ હલાવીને અભિવાદન કર્યુ.

તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો એ વાતને લઇને મૂંઝવણમાં છે કે તેણે સારા તેંડુલકર માટે આવું કર્યુ કે સારા અલી ખાન માટે તે આવું કરતાં જોવા મળ્યો.

આ વચ્ચે શુભમન ગિલ અને સારા અલી ખાનને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે. બંને છુપાઇને ફ્લાઇટમાં પણ સાથે બેઠેલા જોવા મળ્યા હતા. બંનેને એરપોર્ટ પર પણ સાથે નીકળતા જોવા મળ્યા હતા. બંનેએ જાહેરમાં ક્યારેય સ્વીકાર્યુ નથી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેના ઘણા વીડિયો પણ વાયરલ થતા રહે છે.

શુભમન ગિલનું સારા અલી ખાન પહેલા સારા તેંડુલકર સાથે અફેર હતું તેવી પણ ચર્ચા હતી. જો કે બંનેના બ્રેકઅપની ખબરો પણ આવી હતી. બંનેએ ક્યારેય પોતાના રિલેશનશિપ વિશે જાહેરમાં કંઇ કહ્યું નથી. સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાની સાથે જોડાયેલી અપડેટ્સ ફેન્સને આપતી રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application