અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એરસ્ટ્રાઈક બાદ હવે કાબુલ પલટવારની તૈયારીમાં

  • December 26, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અફઘાનિસ્તાનના પકિતકા પ્રાંતમાં પાકિસ્તાની હવાઈ હત્પમલામાં અત્યાર સુધીમાં ૪૬ લોકોના મોત થયા છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. અફઘાન તાલિબાને આ હત્પમલા અંગે જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે. અફઘાન તાલિબાનના નાયબ પ્રવકતા હમદુલ્લાહ ફિતરતે કહ્યું કે અફઘાનિસ્તાનમાં ચાર સ્થળોએ થયેલા બોમ્બ વિસ્ફોટોમાં છ લોકો ઘાયલ પણ થયા છે. હવાઈ હત્પમલાને લઈને પાકિસ્તાન તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
પાકિસ્તાનના ખૈબર–પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની તાલિબાન (ટીટીપી)એ પાકિસ્તાની સેનાને પરેશાન કરી દીધી છે. આ આતંકવાદી સંગઠન અહીં થતા મોટાભાગના હત્પમલા માટે જવાબદાર છે. ટીટીપી પર અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન સાથે આશ્રય મેળવવાનો અને તેની મિલીભગતનો આરોપ છે. હવે પાકિસ્તાને ટીટીપી કેમ્પને નિશાન બનાવીને હવાઈ હત્પમલા કર્યા છે. અફઘાન તાલિબાન શાસન દ્રારા આની નિંદા કરવામાં આવી છે.
અફઘાનિસ્તાનના વિદેશ કાર્યાલયે કાબુલમાં તૈનાત પાકિસ્તાનના મિશન ચીફને સમન્સ પાઠવ્યા છે. અફઘાનિસ્તાન તેમને હવાઈ હત્પમલા અંગે ઔપચારિક વિરોધ પત્ર સોંપશે. તેમજ રાજદ્રારીને આવી કાર્યવાહી અંગે ચેતવણી આપવામાં આવશે. રાષ્ટ્ર્રીય સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા ઈનાયતુલ્લાહ ખોરાઝમીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન આ હવાઈ હત્પમલાને આંતરરાષ્ટ્ર્રીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન અને આક્રમક કૃત્ય માને છે. અમે તેનો જવાબ આપીશું.
પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાનમાં શનિવારે વહેલી સવારે ઈસ્લામિક આતંકવાદીઓ દ્રારા કરવામાં આવેલા મોટા હત્પમલામાં ૧૬ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. તહરીક–એ–તાલિબાન પાકિસ્તાન (ટીટીપી), જેને પાકિસ્તાન તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે હત્પમલાની જવાબદારી સ્વીકારી છે. ટીટીપીએ વિવિધ સુન્ની ઇસ્લામિક આતંકવાદી જૂથોનું એક છત્ર જૂથ છે જે લાંબા સમયથી સરકારને ઉથલાવવા અને તેની જગ્યાએ કડક ઇસ્લામિક આગેવાનીવાળી શાસન વ્યવસ્થા લાવવા માટે લડી રહ્યું છે. તે અફઘાન તાલિબાનથી અલગ છે પરંતુ ઇસ્લામિક જૂથ પ્રત્યે વફાદારીનું વચન આપે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application