કેનેડામાં શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના તેના સમાચાર અહેવાલને ભારતમાં યુટ્યુબ પર અવરોધિત કયર્નિા દિવસો પછી, ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના દક્ષિણ એશિયાના બ્યુરો ચીફ અવની ડાયસે ભારત છોડી દીધું છે. તેણીએ દાવો કર્યો હતો કે તેણીને ભારતીય અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેણીના વિઝા એક્સ્ટેંશન થશે નહીં. ગૃહ મંત્રાલય-વિદેશી પત્રકારોની વિઝા પ્રક્રિયા સાથે કામ કરતી ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફિસ એમએચએ હેઠળ કામ કરે છે. સત્તાવાર સૂત્રોએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન પત્રકારની આ દલીલ ખોટી અને ભ્રામક છે.
એક પોસ્ટમાં, ડાયસે કહ્યું, ગયા અઠવાડિયે, મારે અચાનક ભારત છોડવું પડ્યું. મોદી સરકારે મને કહ્યું કે મારા વિઝા એક્સટેન્શનને નકારવામાં આવશે, એમ કહીને કે મારી રિપોર્ટિંગ એક રેખા હદ વટાવી ગઈ છે. તેણીએ દાવો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયન સરકારના હસ્તક્ષેપ પછી તેણી બે મહિનાના વિઝા એક્સટેન્શન કરવામાં સક્ષમ હતી.
ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના સાઉથ એશિયા બ્યુરોના વડા અવની ડાયસે જણાવ્યું હતું કે તેમને ચૂંટણી કવર કરવાની મંજૂરી નથી. તેમણે કહ્યું કે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાના અહેવાલ પર ભારત સરકારે વાંધો ઉઠાવ્યા બાદ, લોકસભા ચૂંટણીના દિવસે 19 એપ્રિલે તેમને ભારત છોડવું પડ્યું હતું.
દરમિયાન, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે અવની ડાયસ તેની વ્યાવસાયિક પ્રવૃત્તિઓ દરમિયાન વિઝા નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. તેમ છતાં, તેમની વિનંતી પર તેમને ખાતરી આપવામાં આવી હતી કે સામાન્ય ચૂંટણીના કવરેજ માટે તેમનો વિઝા લંબાવવામાં આવશે અને તેમનો અગાઉનો વિઝા 20 એપ્રિલ સુધી માન્ય હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, અવની ડાયસે 18 એપ્રિલે વિઝા ફી ચૂકવી હતી અને તે જ દિવસે તેના વિઝા જૂનના અંત સુધી લંબાવવામાં આવ્યા હતા. જો કે, અંજની ડાયસે 20 એપ્રિલે ભારત છોડવાનું નક્કી કર્યું અને પ્રસ્થાન સમયે તેની પાસે માન્ય વિઝા હતો.
આ બાબત યુટ્યુબ ઇન્ડિયા દ્વારા કેનેડામાં ખાલિસ્તાન તરફી કાર્યકતર્િ હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ડાયસની ડોક્યુમેન્ટરી હટાવવા સાથે જોડાયેલ છે. 24 માર્ચના રોજ, યુટ્યુબે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટરને એક ઈમેલ મોકલ્યો હતો કે તેને ડાયસની ડોક્યુમેન્ટ્રીને બ્લોક કરવા માટે ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તરફથી ઓર્ડર મળ્યો છે. ત્યારબાદ, એબીસીએ આક્ષેપ કર્યો હતો કે પંજાબમાં ગુનાહિત ગુપ્તચર દ્વારા તેના પત્રકારોની પૂછપરછ કરવામાં આવી હતી અને મંજૂરી હોવા છતાં ભારત-પાકિસ્તાન સરહદ પર જાહેર કાર્યક્રમનું શૂટિંગ કરતા અટકાવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech