પ્રેમ ત્રિકોણ :જેસ્મિનના ગયા પછી અલી પર ફિદા થઇ રહી છે આ સ્પર્ધક

  • January 13, 2021 11:22 AM 521 views

ટીવી શો બિગ બોસ 14 માં ટ્વિસ્ટ આવતા રહે છે. જેસ્મિનના જવાનો ગમ અલી ભૂલી રહ્યો છે, જ્યારે સોનાલી તેની ઉદાસીને દૂર કરવામાં લાગી છે. સોનાલી સંપૂર્ણ રીતે અલી પણ ફિદા થઇ ગઈ  છે. જેસ્મિનના ગયા પછી તેને આ તક મળી ગઈ છે. તો કેપ્ટન બન્યા પછી રાખીની હાલત ખુબ જ ખરાબ છે. કોઈ પણ ઢંગથી તેને કેપ્ટનસી કરવા દેતા નથી. અને વાત-વાત પર તેમને ટારગેટ કરે .

સોનાલી ફોગાટનો જલવો ધીરે ધીરે હવે ઘરની બહાર પણ જોવા મળી રહ્યો છે. તેનું હૃદય અલી પર ફિદા છે અને તે અલી સાથે સમય વિતાવવા માંગે છે. પરંતુ તે અલીને તેના દિલની વાત કહી શક્તિ નથી. ક્યાંકને ક્યાંક તેને જેસ્મીન વિષે ખ્યાલ આવ્યો હશે. સોનાલી તેની મિત્ર અરશીને કહે છે કે તે કેવી રીતે અલી વિશે વિચારી રહી છે. આના પર અર્શીએ સોનાલીને કહ્યું કે તેઓએ જે કરવાનું મન માં આવે છે તે કરવું જોઈએ. તેઓએ તેમના દિલની વાત સીધા અલીને કહેવી જોઈએ.

રાખી- એજાઝ વચ્ચેની થઇ લડાઈ 
રાખી સાવંત અને એજાઝ ખાન વચ્ચે લડાઈ જોવા મળી હતી. રાખી ઇજાજને ટાસ્ક આપી રહી હતી અને ઇજાઝ તેને પૂર્ણ કરવાનો ઇનકાર કરી રહ્યો હતો. આ પ્રકરણમાં, બંનેના મૌખિક યુદ્ધમાં વધારો થયો. મામલો આગળ વધ્યો અને બંને લાંબા સમય સુધી એક-બીજા ઉપર રાડો નાખતા રહ્યા.  

અર્શીએ મોલમાંથી કપડાં ચોર્યા 
આ દરમિયાન અર્શી ખાનની બાળકો જેવી હરકતો પણ જોવા મળી હતી. તે રાખીને સંપૂર્ણ પરેશાન કરવાના મૂડમાં દેખાઈ. રાખી સામાન લેવા મોલમાં પ્રવેશી ત્યારે અર્શી પણ તેની સાથે મોલમાં આવી. મોલની અંદરથી રાખી દ્વારા વારંવાર ઇનકાર કર્યા બાદ પણ અર્શી ખાન માનતી નહોતી અને તે મોલમાંથી કેટલાક કપડા લઇને ભાગી ગઈ. આ જોઈને રાખી તેની તરફ દોડી ત્યારે વિકાસે અર્શી પાસેથી વસ્તુ છીનવી અને મોલમાં પાછી મૂકી દીધી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application