ગલવાન બાદ ચીની સેનાના વધુ બે હુમલા ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા

  • January 17, 2024 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ચીન વચ્ચે ત્રણ વર્ષ પહેલા થયેલી ગલવાન અથડામણ પછી, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર વધુ બે અથડામણ થઈ હતી. આ વાતનો ખુલાસો ભારતીય સેનાના એક કાર્યક્રમમાં થયો છે. રિપોર્ટ અનુસાર, હાલમાં જ આર્મીના વેસ્ટર્ન કમાન્ડે એક ઇન્વેસ્ટિચર સેરેમનીનું આયોજન કયુ હતું. કાર્યક્રમ દરમિયાન વાંચવામાં આવેલા સંદર્ભમાં જાણવા મળ્યું કે ગલવાન સિવાય એલએસી પર ભારતીય સૈનિકો અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

સેનાના વેસ્ટર્ન કમાન્ડે તેની યુટુબ ચેનલ પર ૧૩ જાન્યુઆરીએ એક સમારોહનો વીડિયો અપલોડ કર્યેા હતો. આ વીડિયોમાં જ વીરતા પુરસ્કારને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે અથડામણની ઘટનાઓ સપ્ટેમ્બર ૨૦૨૧ અને નવેમ્બર ૨૦૨૨માં થઈ હતી. જો કે હવે આ વીડિયો હટાવી દેવામાં આવ્યો છે. આર્મી કમાન્ડનું હેડકવાર્ટર ચંડીમંદિરમાં છે. હજુ સુધી આ મુદ્દે સેના તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ચીની ઘૂસણખોરીની ઘટનાનું વર્ણન કરતાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે પીએલએ સૈનિકોએ તવાંગ સેકટરના યાંગત્સે વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યેા હતો, જેનો સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ચીનની આ નીડરતાનો જવાબ આપનાર સૈનિકોની ટીમમાં સામેલ ઘણા ભારતીય સૈનિકોને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૨૦માં, ૧૫–૧૬ જૂનની રાત્રે, ગલવાન ઘાટીમાં પીએલએ પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારત તરફથી એક કમાન્ડર સહિત ૨૦ જવાનો શહીદ થયા હતા. જો કે, ચીને કેટલા ચીની સૈનિકો માર્યા ગયા તે અંગે કોઈ સ્પષ્ટ્ર માહિતી આપી નથી. ભારત તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ અથડામણમાં ચીની સૈનિકો પણ માર્યા ગયા છે.


સેનાએ એલએસી પર સતર્કતા વધારી

જૂન ૨૦૨૦ માં ગલવાન ઘાટીમાં અથડામણ પછી, ભારતીય સેના ૩૪૮૮ કિલોમીટર લાંબા એલએસી પર ઉચ્ચ સ્તરીય યુદ્ધની તૈયારી કરી રહી છે. આ પછી હવે એ વાત સામે આવી છે કે પૂર્વી લદ્દાખમાં ભારત–ચીન બોર્ડર (ગલવાન) પર ફરી અથડામણ થઈ રહી છે. ચીની સૈનિકોએ અગાઉ ૯ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પણ તવાંગ સેકટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યેા હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application