6 વાગ્યા પછી પ્રચારના પડઘમ શાંત, ડોર ટૂ ડોર કરી શકાશે પ્રચાર

  • February 19, 2021 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે માત્ર મતદાન આડે કલાકો જ બાકી છે ત્યારે હવે પ્રચાર માટે ઉમેદવારો દ્વારા તમામ વિસ્તારો કવર કરવા તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે. જો કે કોરોનાના કારણે પણ હજુ મતદારોના મતદાન ઉપર અસર પડે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. આજે શુક્રવારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકિય પક્ષો પ્રચારમાં છેલ્લી ઘડીના પ્રયાસોમાં જોર લગાવી ચુક્યું છે જ્યારે હવે 6 વાગ્યા પછી પ્રચાર બંધ થયો છે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે 88 ટકા હથિયારો એટલે 15 હજાર હથિયાર જમા થયા છે. તેમજ પ્રચારમાં  પણ કોવિડ ગાઇડલાઇનના ભંગ બદલ કાર્યવાહી થઇ શકે છે. 6 વાગ્યા પછી પ્રચારના પડઘમ શાંત કરવા પડશે. તેમજ ડોર ટૂ ડોર પ્રચાર કરી શકાશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS