રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૮ને સોમવારે સવારે ૧૧ કલાકે મળનારી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ૪૮ વર્ષ બાદ જનરલ બોર્ડ મીટીંગના સભા સંચાલનની નિયમો બદલવાની ઐતિહાસિક દરખાસ્ત મુકવામાં આવી છે. ૧૯૭૬–૭૭ની સાલમાં મંજુર કરાયેલા નિયમોમાં હવે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ માટે મ્યુનિ. કમિશનરે સ્ટેન્ડીંગ કમીટીને દરખાસ્ત મોકલી છે.
વિશેષમાં આ અંગે જાણવા મળતી વિગત મુજબ હવેથી ખાસ સમિતિઓના રોજકામની બુક જોવા માટે ખુલ્લ ી રાખવામાં આવશે કોઈપણ સભ્યો તે જોઈ શકશે. અન્ય નાગરીકોએ આ રોજકામની વિગતો જોવા માટે રૂા.બે હજારની ફી ભરપાઈ કરવાની રહેશે. મહાપાલિકાની સામાન્ય સભામાં કોઈપણ નાગરીક આવી શકશે અને પાસ મેળવીને પ્રેક્ષક ગેલેરીમાં બેસી કાર્યવાહી નીહાળી શકશે. અલબત આ માટે લોકસભા અને વિધાનસભાની પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ મેળવવા માટે જેવા નિયમો હોય છે તેવા નિયમોનું પાલન કરવાનું રહેશે. પ્રેક્ષકો પોતાની સાથે મોબાઈલ ફોન કે પ્લે કાર્ડ, સાઈન બોર્ડ, નેલકટર, ચપ્પુ અન્ય કોઈપણ પ્રકારના કટર જેવી તિક્ષણ વસ્તુઓ સાથે રાખી શકશે નહીં. મેયર હાજર ન હોય તો ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર હાજર ન હોય તો સ્ટે. કમીટી ચેરમેન અને સ્ટે. ચેરમેન પણ હાજર ન હોય તો સભા પસદં કરે તે કોઈપણ સદસ્ય સભાઅધ્યક્ષનું સ્થાન લઈ શકશે. દરેક સભાની કાર્યવાહીની નોંધ સભા પુર્ણ થયા બાદ શકય તેટલી ઝડપથી તૈયાર કરી રાખવાની રહેશે અને તે કાર્ય નોંધ કોઈપણ સદસ્યને ફી વિના અને સદસ્ય ન હોય તેવા સામાન્ય નાગરીકોને રૂા.બે હજારની ફી ભરપાઈ કર્યેથી આપવાની રહેશે. આ સહિતના ફેરફારો ૪૮ વર્ષના લાંબા સમય બાદ પ્રથમવાર કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવપરા મેઇન રોડ પર જાહેરમાં સ્ટંટબાજી કરનાર સગીર સહિત ૯ સામે ગુનો નોંધાયો
January 18, 2025 03:31 PMટ્રાવેલ્સના ધંધાર્થી સાથે બેલડીની ૧૧ લાખની છેતરપિંડી
January 18, 2025 03:30 PMજુગારના બે દરોડામાં ૧૦ પત્તાપ્રેમીઓ ઝડપાયા: રૂા.૭૬,૨૯૦ની રોકડ કબજે
January 18, 2025 03:27 PMપેટ્રોલ બોમ્બ ફેંકનાર આરોપીઓ પાસે ઘટનાનું રિ–કન્સ્ટ્રકશન કરાવતી પોલીસ
January 18, 2025 03:26 PMકમિશનર કહેતા રહ્યા, શાસકો સાંભળતા રહ્યા, વિપક્ષ ગુમ
January 18, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech