BREAKING NEWS

૩૦ વર્ષ પછી અભિનેત્રી સુકન્યાને ખૂંખાર ડાકુ વીરપ્પન સંબંધિત કેસમાં મળી જીત

  • June 08, 2026 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૩૦ વર્ષ પછી અભિનેત્રી સુકન્યાને ખૂંખાર ડાકુ વીરપ્પન સંબંધિત કેસમાં મળી જીતટીવી નેટવર્કને ઠપકો, હવે ૧૦ લાખ ચૂકવવા પડશેમલ હાસન સહિત અનેક સુપરસ્ટાર સાથે કામ કરી ચૂકેલી પીઢ અભિનેત્રી સુકન્યાએ ૩૦ વર્ષ પછી કેસ જીત્યો છે. આ કેસમાં કુખ્યાત ચંદન દાણચોર અને ડાકુ વીરપ્પન અને સન ટીવી નેટવર્કનો સમાવેશ થાય છે. હાઇકોર્ટે ચેનલને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
કમલ હાસન સાથે ફિલ્મ 'ઇન્ડિયન' માં અભિનય કરનારી પીઢ અભિનેત્રી આર સુકન્યાએ ૩૦ વર્ષ પછી કેસ જીત્યો છે. તેણીએ સન ટીવી નેટવર્ક સામે આ કેસ જીત્યો છે. મદ્રાસ હાઈકોર્ટે ચેનલને અભિનેત્રીને ૧૦ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસ લાલ ચંદનના દાણચોર અને વન ડાકુ વીરપપનના કેસ સાથે સંબંધિત છે. ૧૯૯૬માં, સન ટીવી નેટવર્કે પત્રકાર નક્કીરન આર. ગોપાલ દ્રારા લેવામાં આવેલ વીરપપનનો એક અનએડિટેડ ઇન્ટરવ્યુ પ્રસારિત કર્યેા હતો. વીરપપને સુકન્યા વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
સુકન્યાએ આરોપ લગાવ્યો હતો કે ચેનલે જાણી જોઈને તેમનું અપમાન કરવા માટે અનએડિટેડ ઇન્ટરવ્યુ પ્રસારિત કર્યેા હતો. ૧૯૯૬માં, તેણીએ ટીવી નેટવર્ક, ગોપાલ અને વીરપ્પન સામે મદ્રાસ હાઈકોર્ટમાં સિવિલ દાવો દાખલ કર્યેા હતો, જેમાં ૧૦ લાખનું નુકસાન માંગવામાં આવ્યું હતું. ૮ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ, નાણાકીય અધિકારક્ષેત્રના આધારે કેસ સિટી સિવિલ કોર્ટમાં ટ્રાનસફર કરવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન, ટીવી નેટવર્કે જણાવ્યું હતું કે તેનો કોઈને બદનામ કરવાનો કોઈ ઈરાદો નથી અને ગોપાલે વન ડાકુ સાથે કરેલા ઇન્ટરવ્યુનું પ્રસારણ કરવા માટે ચેનલનો સંપર્ક કર્યેા હતો. ગોપાલે કોર્ટને જણાવ્યું હતું કે, તેમની અને ટીવી નેટવર્ક વચ્ચેના પ્રસારણ કરાર મુજબ, ચેનલને ઇન્ટરવ્યૂના કોઈપણ ભાગને સંપાદિત કરવાનો અધિકાર હતો.
ગોપાલે જણાવ્યું હતું કે તેમણે ૯ કલાકના ફટેજ પૂરા પાડા હતા, પરંતુ ચેનલે ૮ દિવસમાં ફકત ૪ કલાકના ફટેજનું પ્રસારણ કયુ, જેમાં દરરોજ લગભગ ૩૦ મિનિટનો સમય હતો. ૧૫ એપ્રિલ, ૨૦૧૫ ના રોજ, સિટી સિવિલ કોર્ટે સુકન્યાના પક્ષમાં ચુકાદો આપ્યો, ટીવી નેટવર્કને ૧૦ લાખનું નુકસાન ચૂકવવાનો આદેશ આપ્યો. જસ્ટિસ કે. કુમારેશ બાબુએ જણાવ્યું હતું કે ચેનલે ઇન્ટરવ્યૂના કોઈપણ ભાગને સંપાદિત કરવા, કાપવા, કાઢી નાખવા, બદલવા અથવા સુધારવાનો અબાધિત અધિકાર હોવા છતાં, ઇન્ટરવ્યૂની સામગ્રી ચકાસવા માટે કોઈ સાવચેતીનાં પગલાં લીધાં નથી. ૨૦૧૫માં, જસ્ટિસ કે. કુમારેશ બાબુએ ચેન્નાઈ સિટી સિવિલ કોર્ટના સુકન્યાના પક્ષમાં નિર્ણય સામે ટીવી નેટવર્ક દ્રારા દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે ચેનલ સામે દ્રેષભાવનો આરોપ સાબિત થઈ ગયો છે, કારણ કે ચેનલે ઇન્ટરવ્યૂનું પ્રસારણ કરતા પહેલા તેની સામગ્રીની ચકાસણી કરવી જોઈતી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application