આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફરી એકવાર અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે જલવો બતાવવાનું શરૂ કર્યું છે. આ વખતે અફઘાન ટીમે મોટો અપસેટ સર્જ્યો છે અને સેમિફાઇનલ માટે બસ એક જ કદમ દુર છે.જો ઓસ્ટ્રેલિયન ટીમ સાવચેત નહીં રહે તો તે બહાર થઈ શકે છે.આ વખતે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ રહી છે. ગ્રુપ એ માંથી, ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જ્યારે ગ્રુપ-બીમાં મામલો જટિલ લાગે છે. અફઘાનિસ્તાન સેમિફાઇનલથી એક ડગલું દૂર છે.
બુધવારે ગ્રુપ-બીમાં એક રોમાંચક મેચ રમાઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો પહેલો અને સૌથી મોટો અપસેટ આ મેચમાં જોવા મળ્યો. નબળી ગણાતી અફઘાનિસ્તાનની ટીમે ઇંગ્લેન્ડને 8 રનથી હરાવ્યું. આ હાર સાથે, જોસ બટલરના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
પોઈન્ટ ટેબલ આ રીતે સમજો
અફઘાન ટીમ હજુ પણ સેમિફાઇનલની રેસમાં છે. હવે તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. જો અફઘાન ટીમને સેમિફાઇનલમાં પ્રવેશ કરવો હોય તો તેણે કાંગારૂ ટીમને કોઈપણ કિંમતે હરાવવી પડશે. અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ 28 ફેબ્રુઆરીએ લાહોરમાં રમાશે.ગ્રુપ બીમાં, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના હાલમાં સમાન 3-3 પોઈન્ટ છે. આફ્રિકન ટીમ તેના ગ્રુપ બીમાં 2.140 ના સારા નેટ રન રેટ સાથે ટોચ પર છે. જ્યારે બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ 0.475 છે.
ત્રીજા નંબરે અફઘાનિસ્તાનની ટીમ છે, જેણે ઇંગ્લેન્ડને હરાવ્યું છે. આ ટીમ બેમાંથી એક મેચ જીતીને ત્રીજા સ્થાને છે. તેના ૨ પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ -૦.૯૯૦ છે. હવે ગ્રુપ બીની આ ત્રણ ટીમો સેમિફાઇનલની રેસમાં રહે છે.
- ઓસ્ટ્રેલિયાને હવે ગ્રુપમાં પોતાની છેલ્લી મેચ અફઘાનિસ્તાન સામે રમવાની છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે, કાંગારૂ ટીમે આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. આ મેચ જીત્યા પછી, ટીમના 5 પોઈન્ટ થશે અને તે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. આ ઉપરાંત, આફ્રિકન ટીમ પણ ક્વોલિફાય થશે. જ્યારે ઈંગ્લેન્ડ પછી અફઘાનિસ્તાનની ટીમ બહાર થઈ જશે.
- જો અફઘાનિસ્તાનની ટીમ બીજો અપસેટ કરે છે અને ઓસ્ટ્રેલિયાને હરાવે છે, તો આ ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
- જો કાંગારૂ ટીમ અફઘાનિસ્તાન સામે હારી જાય છે, તો તે સ્થિતિમાં જો ઇંગ્લેન્ડની ટીમ દક્ષિણ આફ્રિકાને મોટા માર્જિનથી હરાવે છે, તો ઓસ્ટ્રેલિયાની ટીમ પણ અફઘાનિસ્તાનની સાથે સેમિફાઇનલમાં પહોંચશે.
- સેમિફાઇનલમાં પહોંચવા માટે દક્ષિણ આફ્રિકાને ફક્ત તેની આગામી મેચ જીતવી પડશે. આ મેચ 1 માર્ચે કરાચીમાં ઇંગ્લેન્ડ સામે રમાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech