ટ્રેનના જનરલ કોચના યાત્રીઓ માટે રૂ.20માં કિફાયતી ભોજન સેવા શરૂ

  • April 24, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેલ્વેએ ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) ના સહયોગથી મુસાફરોને, ખાસ કરીને બિનઆરક્ષિત કોચ (જનરલ)માં પોષણક્ષમ ભાવે  રૂ. 20માં (પૂરી નંગ સાત 150 ગ્રામ આલુ સબ્જી 12 ગ્રામ અથાણું) ની આરોગ્યપ્રદ કિફયતી ભોજનસેવાની એક નવી પહેલ શરૂ કરી છે.

હાલ ઉનાળો વેકેશનની રજાઓમાં મુસાફરોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે. જેમાં હાલ મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ, ભરૂચ, વડોદરા અને ચિતોડગઢ સ્ટેશનો પર અનરિઝર્વ્ડ કોચ (જનરલ ક્લાસ કોચ) માં મુસાફરો માટે  ઓછી કિંમતે/ પરવડે તેવી રૂ. 20માં ભોજન ઉપરાંત રૂ. 50માં કોમ્બો ભોજન ( રાજમા અથવા છોલે, ચાવલ કેસરોલ 350 ગ્રામ, ખીચડી અથવા પોંગલ 350 ગ્રામ) આને રૂ. 3માં 200 એમએલ રેલનીરની સુવિધા શરૂ કરી છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી  સુમિત ઠાકુર દ્વારા જણાવાયા મુજબ, ઓછા ખર્ચે/સસ્તા ભોજન માટેના કાઉન્ટરો પ્લેટફોર્મ પર જનરલ સેક્ધડ (જીએસ) વર્ગના કોચના સ્થાનની નજીકમાં જ ઊભા કરવામાં આવી રહ્યા છે. જેમાં રૂ. 20/-માં સમતોલ ભોજન ઉપલબ્ધ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં હવે કાઉન્ટર્સ 100 થી વધુ સ્ટેશનો અને કુલ 150 જેટલા કાઉન્ટર્સ પર કાર્યરત છે. નજીકના ભવિષ્યમાં વધુ સ્ટેશનોનો સમાવેશ કરીને આ પહેલને વધુ વિસ્તારવાની યોજના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application