મ્યુકરમાઈકોસિસ રોગનો સમાવેશ કરવા એડવોકેટની મુખ્યમંત્રીને રજૂઆત

  • May 25, 2021 11:33 AM 

કોરોના વોરિયરોનું ચાલું ફરજે અવસાન થતાં મુખ્યમંત્રી રાહત ફંડમાં પરિપત્રમાં ઉમેરો કરવાની માંગણી

ગુજરાતમાં દિવસ-રાત જોયા વગર ફરજ બજાવતા કોરોના વોરિયરો જેવા કે., ડોક્ટર, પોલીસ, હોમગાર્ડઝ, પેરા મેડિકલ સ્ટાફ વિગેરની ખુબ જ ઉમદા સેવાઓને ધ્યાને લઈ સરકાર દ્વારા આવા તમામ કોરોના વોરિયરોના અને તેના પરિવારો ની લાગણીઓ ધ્યાને લઈ., જો કોઈ કોરોના વોરિયર નું કોરોના ફરજ દરમ્યાન અવસાન* થાય તો તેના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પિયા 25 લાખની સહાય કરવા અંગેનો પરિપત્ર બહાર પાડયો છે.! આ પરિપત્ર મુજબ અનેક કોરોના વોરિયરોના પરિવારોને સહાય ચુકવવામાં પણ આવી છે.!

હાલ કોરોનાની સાથે નવો રોગ મ્યુકરમાઈકોસિસ પણ વધુ પ્રમાણમાં ફેલાઈ ગયો છે અને સરકારે આ રોગને પણ મહામારી તરીકે જાહેર કરેલ છે અને આ રોગ કોરોના થયો હોય અને તેમાંથી સ્વસ્થ થયા હોય તેમને પણ થવાની શક્યતા રહેલી છે અને કોરોના ન થયો હોય તેને પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે.!

કોરોના વોરિયરો દિવસ-રાત જોયા વગર કામ કરે છે એવા સમયે આ રોગથી જો કોઈ કોરોના વોરિયરોનું અવસાન થાય કે કોઈ કાયમી ખોડખાપણ રહી જવા પામે તો એમને આ માટે પણ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળી રહે તે માટે એડવોકેટ ગીરીશ સરવૈયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમાં એણે જણાવ્યું છે કે, આ પરિપત્રમાં કોરોના ની સાથે મ્યુકરમાઈકોસિસ રોગનો પણ સમાવેશ કરવામાં આવે!

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS