ઓખામંડળમાં પાણીની તંગી સર્જાશે: આગોતંરૂ આયોજન જરુરી

  • July 01, 2021 11:16 AM 

દ્વારકા તાલુકામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતૂર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત ધમાકેદાર થવા છતાં જિલ્લાના ચાર પૈકી ત્રણ તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ થયો હોવા છતાં દ્વારકા તાલુકામાં વરસાદ ખેંચાતા દ્વારકા યાત્રાધામ સહિત સમગ્ર તાલુકામાં ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે જ્યારે ઓખામંડળમાં કાયમી રીતે સતાવતી પાણીની તંગી આ વખતે ફરી સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહયા છે.

દ્વારકા શહેર તેમજ તાલુકાને પીવાના પાણી પુરૂં પાડવાના મુખ્ય સ્ત્રોત સમા સાની ડેમ તોડી પડાયો હોય જયાં કરાતો પાણીનો સંગ્રહ પણ આ વર્ષે થઈ શકયો નથી. જ્યારે દ્વારકા નજીકના માયાસર ડેમમાં પણ વરસાદના અભાવે પાણીની આવક થઈ ન હોય થોડા દિવસોમાં વરસાદ ન પડે તો પાણીની સમસ્યા થવાની શકયતા જોવાઈ રહી છે. દ્વારકા તાલુકાના બેતાલીસ ગામના ધરતીપુત્રોએ વરસાદ પહેલા વાવણીની પૂર્વ તૈયારી રૂપે જમીનો સમતલ કરવાની અને વાવણીલાયક બનાવવાની કામગીરી હાથ ધરી ખર્ચ કર્યો હોય જો વરસાદ ખૈંચાશે તો પાણી વગર જ તેમની કામગીરી પર પણ પાણી ફરી વળે તેવી આશંકાઓ ધરતીપૂત્રો સેવી રહયા છે.

કોરોનાકાળમાં આર્થિક તંગીનો સામનો કરતી સ્થાનીય પ્રજાને વરસાદના અભાવે બમણો માર પડે તેમ હોય આવનારા નજીકના દિવસોમાં વરસાદ પડે તેવી અપેક્ષા સાથે ખેડૂતો આકાશ તરફ મીટ માંડી બેચેન બન્યા છે. વળી દ્વારકા એ વિશ્વપ્રસિધ્ધ યાત્રાધામ હોય દરરોજ સરેરાશ પાંચ થી દસ હજાર જેટલા પ્રવાસીઓ બહારથી આવતાં હોય ત્યારે યાત્રાધામને પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે અંગે તંત્ર દ્વારા અગાઉથી નકકર આયોજનો કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS