5.75 કરોડની છેતરપિંડી મામલે પુનાના બે ઉદ્યોગપતિની આગોતરા અરજી ફગાવાઇ

  • April 26, 2025 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિએ સિમેન્ટ ફેક્ટરીની મશીનરીની ખરીદી માટે આપેલા રૂ.૫.૭૫ કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં પુનાની કંપનીના આરોપી પિતા-પુત્રની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરમાં પ્રદ્યુમન રોયલ હાઈટસમાં રહેતા અગ્રણી ઉદ્યોગપતિ બંકીમ કાંતીલાલ મહેતાએ પોતાની વાસુકી સિમેન્ટ પ્રા.લી. કંપની માટે ૧૮૦૦ ટી.ડી.પી. સિમેન્ટ ગ્રાઈન્ડિંગ મશીનરીની ખરીદી માટે પુનાની કીર્તીશ્રી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. સાથે કરાર કર્યો હતો. જે ખરીદી પેટે રૂ. ૫.૫૦ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. તેમ છતાં સિમેન્ટ ગ્રાઈન્ડિંગ મશીનરીનો માલ નહિ મોકલતા ખરીદીનો કરાર રદ કરી રકમ પરત કરવા માટે ટર્મિનેશન ઓફ એગ્રીમેન્ટ પક્ષકારો વચ્ચે રાજકોટ મુકામે થયેલો, અને રૂપિયા પાંચ કરોડ પંચોતેર લાખ પુરા પરત ચુકવવાના નીકળતા હોવાનું સ્વીકારી પુનાની કીર્તીશ્રી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના અદિત જગદીશ ચાંડક અને જગદીશ ચાંડકે કરારમાં સહી કરી આપી હતી. પરંતુ આ કરાર મુજબ રકમ પરત નહી ચુકવતાં ફરિયાદી બંકીમ કાંતીલાલ મહેતાએ પિતા-પુત્ર વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. જે કેસમાં પોલીસ ધરપકડની દહેસતથી પિતા-પુત્રએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા જતા સરકાર અને મૂળ ફરિયાદી વતી કરવામાં આવેલી દલીલોમાં ફરિયાદ અગાઉ અરજી વખતે પોલીસ દ્વારા હાલના આરોપીઓને હાજર રહેવા નોટીસ આપવામાં આવી હતી ત્યારે તેઓ હાજર રહ્યા ન હતા અને જવાબ પણ આપેલ નહતો, તેથી આરોપીઓ તપાસના કામે સહકાર આપેલ ન હોવાને કારણે અગાઉ પણ આગોતરા જામીન અરજી રદ થઈ હતી, આરોપીઓનું આવું વર્તન ચાલુ રહેશે તેમ જણાતું હોય તેમ માની અને ફરિયાદ પક્ષના વકીલ દ્વારા ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ અદાલતે પિતા-પુત્રની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. પરાગ શાહ તેમજ ફરીયાદી વતી ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ. પાનસુરીયા અને આકાંક્ષા એચ. રાજદેવ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application