રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં હાઈકોર્ટ દ્રારા રાજકોટ મહાપાલિકાને સોગંદનામુ કરી જવાબ રજુ કરવા કરાયેલા આદેશમાં રાજકોટ મહાપાલિકાએ હાઈકોર્ટમાં મુકેલા સોગંદનામામાં તાર્કીક રીતે એવો સ્વીકાર કર્યેા છે કે, અમારી ગંભીર બેદરકારી હતી. ફાયર સેફટી એકટ હેઠળ પગલા લેવાયા ન હતા. બીયુ (બિલ્ડીંગ યુઝ) કે ડેવલપમેન્ટની પરમીશન અપાઈ ન હતી. બીજી તરફ એવો બચાવ પણ મુકયો કે, ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવા માટે ૧૧ મહિના પહેલા નોટીસ અપાઈ હતી આમ છતાં સંચાલકોએ બાંધકામ તોડયું ન હતું.
ગેમઝોન અિકાંડ ગત તા.૨૫ને શનિવારના રોજ આગની લપેટમાં આવ્યો હતો જેમાં ૨૭ વ્યકિતઓએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને લઈને જે તે સમયે જ હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી. જેમાં તા.૨૭ને સોમવારના રોજ આ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, આ દુર્ઘટના હત્યાથી ઓછી નથી. ખુબ જ નારાજગી સાથે હાઈકોર્ટે સરકાર અને જવાબદારોને ફટકાર લગાવી હતી. રાજકોટ મહાપાલિકાને તા.૩૧ સુધીમાં સોગંદનામા સાથે જવાબ રજુ કરવા ટકોર કરી હતી. રાજકોટ મહાપાલિકા વતી એડવોકેટે સોગંદનામુ રજુ કર્યું છે. જેની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મહાપાલિકાએ પોતાની ગંભીર બેદરકારી હોવાનો સ્વીકાર કર્યેા છે. ટીઆરપી ગેમઝોનમાં ગેરકાયદેસર બાંધકામ હતું. ફાયર સેફટી એકટ એન્ડ રૂલ્સ મુજબ કાયદેસરના પગલા લેવાયા ન હતા. ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે ગેમઝોનને ૧૧ માસ પહેલા નોટીસ અપાઈ હતી. જો કે, બાંધકામ ૭ દિવસમાં ગેમઝોનના સંચાલકો દ્રારા દુર કરાયું ન હતું અને ત્યાર બાદ મહાપાલિકાએ પણ આવી કોઈ કાર્યવાહી કરી ન હતી.
હાઈકોર્ટમાં રાજકોટ મહાપાલિકાએ રજુ કરેલા સોગંદનામા અને કેટલાક દસ્તાવેજી પુરાવામાં ગેરકાયદે બાંધકામ હોવાનો ફાયર એનઓસી ન લીધી કે ન આપ્યાનો આડકતરો એકરાર કર્યેા હતો. રાજકોટ મહાપાલિકાના આ સોગંદનામા પરથી એવું સ્પષ્ટ્ર થઈ જાય છે કે, મહાપાલિકાની કોઈપણ કારણોસર ગંભીર બેદરકારી હતી. ગેરકાયદે બાંધકામ બાબતે આખં આડા કાન કર્યા અને અંતે આ મોતનો માંચડો સળગી ઉઠયો હતો. બેદરકાર તંત્રના પાપે ૨૭ માનવીઓએ જીવ ગુમાવવા પડયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech