મ્યુકો માઇકોસીસના 11 દર્દી દાખલ: હોસ્પીટલમાં અલગ વોર્ડ ખોલાયો

  • May 10, 2021 11:24 AM 

જામનગર જીલ્લાના 10 અને પોરબંદરના એક દર્દીને રોગ લાગુ પડયો

જામનગર સહિત સમગ્ર રાજયમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે હવે ધીરે ધીરે કેટલાક દર્દીઓમાં મ્યુકરમાઇક્રોસીસનો રોગ જોવા મળ્યો છે, જામનગર શહેર, જીલ્લાનાં 10 દર્દીઓને જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને એક દર્દી પોરબંદરના હોવાનું જાણવા મળ્યુ છે અને આના માટે જી.જી. હોસ્પીટલમાં એક અલાયદો નવો વોર્ડ ખોલવામાં આવ્યો છે તેમ કોવિડ હોસ્પીટલના નોડલ ઓફીસર અને અધિક ડીન એસ.એસ. ચેટરજીએ પત્રકારોને જણાવ્યુ હતું.

તેમણે કહયુ હતું કે આ રોગમાં દાંતમાં દુ:ખાવો, નાકની બાજુમા સોજો આવી જવો, જડબામાં દુ:ખાવો સહિતની અસર થાય છે, જેમને એચઆઇવી, ડાયાબીટીસ, કે અંગ પ્રત્યાર્પણ કરાવ્યુ હોય તેવા દર્દીઓને આ રોગ થઇ શકે છે, આ માટે એક નવો વોર્ડ ખોલવામાં આવ્યો છે. કોવિડ હોસ્પીટલમાં 45 બેડનો એક અલગ વોર્ડ ખોલવામાં આવ્યો છે કેટલાકને ફંગલ ઇન્ફેકશનની ફરીયાદ જોવા મળી છે મોટાભાગે આ ઇન્ફેકશન નાકમાં થાય છે અને શરદી ભરાતા સાઇનસ થાય છે, ધીરે ધીરે આ ફંગલ મગજ સુધી પહોંચે છે.

જામનગરમાં આ પ્રકારનો રોગ શ થતા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે, જો કે લોકોને જી.જી. હોસ્પીટલમાં આ અંગે શ કરાયેલી ઓપીડીમાં સારવાર લેવા જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS