જામનગર મહાપાલીકાની શિક્ષણ સમિતિ દ્વારા બે સ્કુલને આધુનિક બનાવવા માટે રૂ.૪.૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, સોનલનગર શાળા નં.૩૧ અને એસ.ટી.રોડ પર આવેલી દેવરાજ દેપાળ નામની ૫૩ નંબરની શાળામાં આધુનિક ઇંગ્લીશ મીડીયમ સ્માર્ટ સ્કુલ બનાવાઇ છે જેના આજથી તા.૧૩ સુધી પ્રવેશ ફોર્મ સવારે ૯ થી ૧૨ મળી શકશે, ઇન્ટરનેટ કનેકશન, મીની થીયેટર, રમતગમતના સાધનો, સ્માર્ટ કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ ગરીબો માટે આશીર્વાદરૂપ બનશે અને આ અંગ્રેજી મીડીયમ શાળામાં વિનામૂલ્યે શિક્ષણ અપાશે.
શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઇ કકનાણીના જણાવ્યા અનુસાર શહેરમાં શિક્ષણ સમિતિ દ્વારા નવી શરૂ થનારી સ્કુલમાં બાળકોને વિજ્ઞાનનું જ્ઞાન મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે, એટલું જ નહીં મીની થીયેટર, લેબોરેટરી અને મ્યુઝીકના સાધનો પણ આ નવી સ્કુલમાં હશે, કોર્પોરેશન નવી અંગ્રેજી માઘ્યમીક સ્કુલ શરૂ કરે તે માટે ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ પણ ખુબ જ સહકાર આપ્યો છે, આગામી દિવસોમાં સ્કુલ શરૂ થયા બાદ મઘ્યાહન ભોજનની વ્યવસ્થા શરૂ થશે. હાલમાં જામનગર મહાપાલીકાની શિક્ષણ સમિતિ દ્વારા બે અંગ્રેજી અને બે ગુજરાતી નવી શાળા શરૂ થશે.
ખાસ કરીને રડાર રોડ ઉપર સવારે અને બપોરે બે પાળીમાં બે ગુજરાતી મીડીયમ સ્કુલ શરૂ થશે, આજુબાજુના વિસ્તારમાં સ્કુલ શરૂ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી માંગણી હતી જે પુરી થઇ છે, જેને કારણે આ વિસ્તારના વિદ્યાર્થીઓ નજીકમાં જ શિક્ષણ લઇ શકે. લાઇફ સંસ્થા, ન્યારા એનર્જીએ પણ આ સ્કુલમાં સહયોગ આપ્યો છે, આજથી એડમીશન શરૂ થતાં બાળકોને રાહત મળશે.
જામ્યુકોના શાસનાધિકારીની વધુ ત્રણ જિલ્લા માટે નિરીક્ષક તરીકે વરણી
રાજયની ઉચ્ચશિક્ષણ કચેરી દ્વારા ચાલતી કોલેજોમાં મોનીટરીંગ માટે ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકોને તેમની સારી કામગીરીને ઘ્યાનમાં લઇને નિમણુંક કરવામાં આવી છે જયારે કોર્પોરેશનમાં શાસનાધિકારી તરીકે ફરજ બજાવતાં ફાલ્ગુનીબેન પટેલને જામનગર ઉપરાંત મોરબી, દ્વારકા અને રાજકોટ જિલ્લાના નિરીક્ષક તરીકેનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.