ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. ડૉ. રતનકંવર ગઢવીચરણ, શ્રી બી.એ. શાહ, સુશ્રી આર્દ્રા અગ્રવાલ અને શ્રી અરવિંદ વી. સહિતના ઉચ્ચ આઇએએસ (IAS) અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણ (IAS 2009): હાલમાં કમિશનર ઓફ હેલ્થ (રૂરલ) અને નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. રતનકંવર ગઢવીચરણને હવે કમિશનર, ન્યુટ્રિશન મિશન (ગાંધીનગર) નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ પોસ્ટને સરકારના 'સચિવ' (Secretary) કક્ષાની સમકક્ષ ગણવામાં આવી છે.
શ્રી અરવિંદ વી. (IAS 2014): શ્રી અરવિંદ વી. ની સત્તાવાર રીતે સચિવાલય ખાતે નાણાં વિભાગ (બજેટ) ના સંયુક્ત સચિવ (Joint Secretary) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે તેઓ અમદાવાદ ખાતે સ્ટેટ ટેક્સના એડિશનલ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ પણ સંભાળશે, જેનાથી ડૉ. પ્રશાંત જીલોવા (IAS) ને આ વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.