સૂર્ય તરફ પ્રથમ છલાંગ: આદિત્ય એલ–૧એ ભ્રમણકક્ષા બદલી

  • September 04, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૂર્ય મિશનના પ્રક્ષેપણના એક દિવસ પછી રવિવારે આદિત્ય એલ–૧ એ પ્રથમ વખત તેની ભ્રમણકક્ષા બદલી. તે નવા વર્ગમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. અહીં ૧૬ દિવસ સુધી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કર્યા બાદ તેની ૧૧૦ દિવસની લાંબી યાત્રા શ થશે. આદિત્ય એલ–૧ આ ૧૬ દિવસમાં પૃથ્વીની વધુ ચાર ભ્રમણકક્ષા બદલશે. આ પછી થ્રસ્ટર્સને ફાયર કરવામાં આવશે અને તે એલ–૧ તરફ આગળ વધશે.


ઈસરોએ જણાવ્યું હતું કે ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ–૧ની ભ્રમણકક્ષા બદલવા માટે ગઈકાલે સવારે લગભગ ૧૧:૪૫ વાગ્યે પ્રથમ બાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હવે તે પૃથ્વીથી ૨૨,૪૫૯ કિમી દૂર છે. કક્ષા બદલવાની આગળની પ્રક્રિયા ૫ સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે ૩ વાગ્યે નક્કી કરવામાં આવી છે. ઈસરોએ કહ્યું કે આદિત્ય એલ–૧ એ પાવર જનરેટ કરવાનું શ કરી દીધું છે. તે ૨૩૫ બાય ૧૯,૫૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાંથી ૨૪૫ બાય ૨૨,૪૫૯ કિલોમીટરની ભ્રમણકક્ષામાં આગળ વધ્યું છે. આદિત્ય એલ–૧ની આ પ્રથમ મોટી સફળતા છે. તેને સૂર્ય તરફ પ્રથમ છલાંગ પણ કહી શકાય. આદિત્ય એલ–૧ આગામી ચાર મહિનામાં એલ–૧ પોઈન્ટ સુધી પહોંચવા માટે લગભગ ૧૫ લાખ કિલોમીટરની મુસાફરી કરશે. આ અંતર તે પૃથ્વીથી સૂર્યના કુલ અંતરના માત્ર એક ટકા જેટલું છે.

સૂર્યથી કેટલાક કરોડ કિલોમીટર દૂર હોવા છતાં, આદિત્ય તેના વિશે અભ્યાસ કરશે. નોંધપાત્ર રીતે, ભારત, અમેરિકા, જર્મની અને યુરોપિયન સ્પેસ પહેલા એજન્સીએ સૂર્ય મિશન મોકલ્યું છે. અત્યાર સુધીમાં સૂર્ય પર કુલ ૨૨ મિશન મોકલવામાં આવ્યા છે, જેમાંથી નાસાએ સૌથી વધુ ૧૪ મિશન મોકલ્યા છે. ૧૯૯૪ માં, પ્રથમ સૂર્ય મિશન યુરોપિયન સ્પેસ એજન્સી દ્રારા મોકલવામાં આવ્યું હતું.
ઈસરોને આશા છે કે ચંદ્રયાન–૩ની જેમ આદિત્ય એલ–૧ મિશન પણ તેના હેતુમાં સફળ થશે. અનેક પડકારો હોવા છતાં આ મિશનમાં અપાર સંભાવનાઓ છે. આદિત્ય એલ–૧ સાથે સાત પેલોડ મોકલવામાં આવ્યા છે. આ પેલોડ સૌર પવન, ચુંબકીય ક્ષેત્ર અને ડેટા મોકલવા સહિતના ઘણા અભ્યાસ હાથ ધરશે. મિશનની સફળતા માટે લગભગ ચાર મહિના રાહ જોવી પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application