અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ તેના ચાહકોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. તેણે તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. કપલે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરીને ચાહકોને જાણ કરી છે. બંને ટ્રેડિશનલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલેબ્સ પણ આ કપલને અભિનંદન આપી રહ્યા છે. અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થનો વેડિંગ લૂક પણ એકદમ સિમ્પલ છે. લોકો બંનેને મેડ ફોર ઈચ અધર કહી રહ્યા છે. બંનેએ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. આ ખાસ અવસર પર પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. જ્યાં બધાએ કપલને તેમની નવી શરૂઆત માટે આશીર્વાદ આપ્યા હતા.
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે પરંપરાગત રિવાજોમાં જીવનભર માટે એકબીજાનો હાથ પકડ્યો છે. બંનેએ જ્યાં લગ્ન કર્યા તે મંદિર 400 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. લગ્ન બાદ બંનેએ રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું હતું. જો કે એક વસ્તુ જેણે ચાહકોને સૌથી વધુ પ્રભાવિત કર્યા છે તે તેની સરળ શૈલી છે.
અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થ બંધાયા લગ્નના બંધનમાં
ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતી વખતે અદિતિ રાવ હૈદરીએ કેપ્શન લખ્યું: તમે જ મારા સૂર્ય, ચંદ્ર અને બધા તારા. મિ. એન્ડ મિસીસ અદુ-સિદ્ધુ. સોનાક્ષી સિન્હા, અથિયા શેટ્ટી, હંસિકા, ભૂમિ પેડણેકર, જેનેલિયા સહિત ઘણા સેલેબ્સે આ કપલને અભિનંદન પાઠવ્યા છે. તેના લગ્નના ખાસ દિવસે અદિતિ રાવ હૈદરી ગોલ્ડન બોર્ડરવાળી સાડી, વાળમાં ગજરો, ગોલ્ડન જ્વેલરી અને ઇયરિંગ્સમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સિદ્ધાર્થે સફેદ શોર્ટ કુર્તો અને ધોતી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech