અનારકલી આદિતી રાવ હૈદરીએ કાન્સમાં લોકોને કર્યા મદહોશ

  • May 27, 2023 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ફિલ્મ ફિસ્ટિવલમાં સમાપનના એક દિવસ પહેલાં એક્ટ્રેસનો કાતિલ અંદાજ
  • લાઇટ બ્લ્યુ આઉટફીટમાં જોઇ ફેન્સ વખાણ સાથે સતત કરી રહ્યા છે કોમેન્ટ્સ


આજકાલ વેબ અકબર બાદશાહની સીરિયલ તાજમાં અનારકલી બની ફરી લાઇમ લાઇટમાં આવેલી આદિતી રાવ હૈદરી કાન્સમાં પહોંચી છે. આ ઇન્ટરનેશનલ ઇવેન્ટના સમાપનને હવે એક દિવસ બાકી છે ત્યારે બોલીવૂડ એક્ટ્રેસ લાઇટ બ્લ્યૂ આઉટફીટમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.


 અદિતિ રાવ હૈદરી એવી એક્ટ્રેસમાંથી એક છે જે પોતાના દરેક આઉટફીટથી ફેન્સને મદહોશ કરી રહી છે. ટ્રેડિશનલ આઉટફીટ તો તેના પર શાનદાર દેખાય જ છે પરંતુ વેસ્ટર્ન આઉટફીટમાં પણ પોતાની સિમ્પ્લિસિટીથી ફેન્સને દીવાના બનાવી રહી છે.
 
અદિતિ  કાન્સ 2023માં પોતાના લેટેસ્ટ આઉટફીટમાં ફેન્સને ઈમ્પ્રેસ કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસ બ્લૂ આઉટફીટમાં છે અને તેનો સિમ્પલ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસ પહેલા પણ કાન્સમાં પોતાની હાજરીની નોંધ અપવી ચુકી છે અને તેણી એકવાર ફરી રેડ કાર્પેટ પર જલવો વિખેરતી જોવા મળી રહી છે. તેણે હાલમાં જ કાન્સથી પોતાના અપિયરેન્સની પહેલી ઝલક ફેન્સ સાથે શેર કરી છે. જેના પર ફેન્સ સતત કોમેન્ટ કરીને તેના વખાણ કરે છે.


અદિતિ આ ફોટામાં બ્લૂ ફ્લાર્ડ સ્ટ્રેપલેસ ગાઉનમાં જોવા મળી રહી છે. ડાયમન્ડ ઈયરિંગ્સ સાથે તેણીએ પોતાના લુકને કમ્પ્લિટ કર્યો છે. ફોટોમાં તેણી મિનિમલ મેકઅપમાં જોવા મળી રહી છે અને તેણીએ પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે.

ફોટાની સાથે અદિતિએ કેપ્શનમાં લખ્યુ- 

'આ રંગને ડક એગ બ્લૂ કલર કહેવામાં આવે છે. @lorealparisમાં ફરીથી વાપસી કરી ખૂબ જ સારું મહેસૂસ કરી રહી છું.' 


અદિતિના આ ફોટાથી ફેન્સ ખૂબ જ ઈમ્પ્રેસ થઈ રહ્યા છે. એક વ્યક્તિએ કોમેન્ટમાં એક્ટ્રેસનાં વખાણ કરતાં લખ્યું- તમે એકદમ પરી જેવા દેખાઈ રહ્યા છો. એક બીજા વ્યક્તિએ લખ્યુ- હું તો આ તસવીર જોઈને મરી જ ગયો. એક અન્ય યુઝરે કહ્યું- તમે દુનિયાની સૌથી વિનમ્ર અને સારુ વ્યક્તિત્વ છે. હું ખરેખર તમારી મોટી ફેન છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application