એક સર્વે નંબર ઉપર ખેડુતને અપાશે વધારાનું વિજ કનેકશન: ઉર્જા મંત્રી

  • November 18, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નૂતનવર્ષે રાજ્ય સરકારનો ખેડૂતો માટે વધુ એક ઐતિહાસિક નિર્ણય: ખેડુતોને મુશ્કેલી થતાં સરકારનો વિજ કનેકશન આપવાનો ઐતિહાસિક નિર્ણય: કનુભાઇ દેસાઇ

ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે નૂતનવર્ષે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજકનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે
ઉર્જામંત્રી એ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યસરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સરકાર હરહંમેશ ખેડૂતોના પડખે ઉભી રહી છે. વરસાદી પાણી (સરફેસ વોટર)નો ઉપયોગ કરનારને ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાના નિર્ણયના પરિણામે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને આર્થિક રીતે વધુ સમૃધ્ધ બનશે.ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રીને સરફેસ વોટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક કનેક્શન આપવા રજુઆત કરી હતી તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.
ઉર્જામંત્રી એ ઉમેર્યું કે, આ નિર્ણયને લીધે ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી, તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમથી સિંચાઇ કરવા હેતુસર ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે. જેના પરિણામે ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે અને સાથે સાથે ખેડુતોને પણ વીજ બિલમાં બચાવ થશે. એટલુંજ નહીં કાર્બન ઉત્સર્જનમાં મોટા પાયે ઘટાડો નોંધાશે તેમજ રાજ્યની આવકમાં પણ ફાયદો થશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ નિર્ણયને રાજ્યના ખેડૂતોએ ઉત્સાહ પૂર્વક વધાવી લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યકત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application