પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની તા.૦૪/૦૨/૨૦૨૩ની અધિસૂચના ક્રમાંકઃકેપી/૦૬/૨૦૨૩/પસબ/૧૦૨૦૧૪/૮૦૩૦૨૪/છ થી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલ, મેનેજીંગ ડિરેક્ટર, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ, ગાંધીનગરને નિયુક્ત કરવામાં આવેલ હતાં. પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષનો હવાલો અગ્ર સચિવ પંચાયત મોના ખંધારને સોંપાયો છે.
ગૃહ વિભાગ દ્વારા તેઓના તા.૦૬/૧૧/૨૦૨૪ના નોટીફીકેશન ક્રમાંક: IPS/102024/2257/B થી શ્રી હસમુખ પટેલ, (IPS), મેનેજીંગ ડિરેક્ટર, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ, ગાંધીનગરનું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કરેલ છે.
હસમુખ પટેલ, મેનેજીંગ ડિરેક્ટર, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ, ગાંધીનગરનું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર થતાં, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષની ખાલી પડેલ જગ્યાનો તેમજ સભ્યની જગ્યાનો હવાલો શ્રીમતી મોના ખંધાર, અગ્ર સચિવ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને તેમની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech