સ્વાદ શોખીનોનું શહેર રાજકોટ હવે ભેળસેળની રાજધાની બની ગયું છે રાજકોટ શહેરમાં વેચાતી કોઈ ખાધ ચીજ એવી નથી કે જેમાંથી હાલ સુધીમાં કયારેય ભેળસેળ મળી ન હોય દરમ્યાન આજે શહેરના આજીડેમ ચોકડી વિસ્તારમાંથી ચના જોર ગરમની લાયસન્સ વિના ધમધમતી એક ફેકટરી ઝડપાઈ હતી અને ત્યાં આગળ ચના જોર ગરમમાં શખં જી ભેળવતા હોવાનું બહાર આવતા અધિકારીઓ પણ ચોકી ઉઠા હતા. ચના એકબીજા સાથે ચોંટી ન જાય અને ક્રંચી રહે તે માટે ચના બનાવ્યા બાદ તેના ઉપર શખં જીનો છટકાવ કરતા હતા. શખં જીએ નોન એડીબલ વસ્તુ છે તે એક પ્રકારનો કોસ્મેટિક પાવડર છે કે જે ટેલકમ પાવડર વગેરેની બનાવટમાં વપરાશમાં લેવામાં આવતું હોય છે, જો માણસો તે આરોગે તેના આરોગ્યને નુકસાન થાય છે. વિશેષમાં આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી એ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, ફડ સેટી ઓફિસર કે. એમ. રાઠોડ, ફડ સેટી ઓફિસર કે. જે. સરવૈયા, ફડ સેટી ઓફિસર સી. ડી. વાઘેલા સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન દિનદયાળ ઇન્ડ. એરીયા, શેરી ન.ં ૬, આજીડેમ ચોકડી પાસે, રાજકોટ મુકામે આવેલ કલ્પેશભાઇ બડોખરીયા જિતેન્દ્રભાઈ ગુાની ઉત્પાદક પેઢી કલ્પેશ ટ્રેડર્સ જે.કે. સેલ્સ ની સ્થળ તપાસ કરવામાં આવેલ. સદરહત્પ પેઢીમાં દાબેલા ચણા, મગ, કઠોળ વગેરે નમકીનનું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ, તપાસ કરતાં પેઢીમાં ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા પલાળેલ ચણા ફગ વાળા તેમજ અનહાઈજેનિક રીતે જમીન પર રાખેલ જોવા મળેલ તેમજ તેમાં શંખજીંનો ઉપયોગ કરેલ માલૂમ પડેલ જે પેઢીના ઉત્પાદકો દ્રારા સ્વીકારેલ. સદરહત્પ અખાધ્ય પલાળેલ ચણાનો સંગ્રહ કરેલ કુલ ૨૫૦૦ કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે ફરીથી બજારમાં – વેચાણ ન થાય તે હેતુથી સ્થળ પર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ સ્થળ પર ફડ સેટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વધુમાં તેમણે ઉમેયુ હતું કે ઉપરોકત સ્થળ ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન દિનદયાળ ઇન્ડ. એરીયા, શેરી ન.ં ૬, આજીડેમ ચોકડી પાસે, રાજકોટ મુકામે આવેલ અજયભાઇ છેદીલાલ ગુાની ઉત્પાદક પેઢી આશા ફડસ ની સ્થળ તપાસ કરવામાં આવેલ. સદરહત્પ પેઢીમાં દાબેલા ચણા, મગ, કઠોળ વગેરે નમકીનનું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ, તપાસ કરતાં પેઢીમાં ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા પલાળેલ ચણા, દાબેલા મગ, પંજાબી સ્ટીક અનહાઈજેનિક રીતે જમીન પર રાખેલ જોવા મળેલ તેમજ તેમાં શંખજીંનો ઉપયોગ કરેલ માલૂમ પડેલ જે પેઢીના ફડ બિઝનેશ ઓપરેટરો એ સ્વીકારેલ. સદરહત્પ અખાધ્ય જણાયેલ કુલ મળી ૩૦૦૦ કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે ફરીથી બજારમાં વેચાણ ન થાય તે હેતુથી સ્થળ પર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ સ્થળ પર ફડ સેટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech