શેરબજારની સુનામીમાં 24.9 બિલિયન ડોલરની ખોટ સાથે ટોપ લૂઝર બન્યા અદાણી

  • June 05, 2024 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેરબજારની સુનામીમાં 24.9 બિલિયન ડોલરની ખોટ સાથે ટોપ લૂઝર બન્યા અદાણી

મંગળવારે સૌથી વધુ સંપત્તિ ગુમાવનારા ટોપ-10માં 8 અબજોપતિ ભારતના : નેટવર્થમાં 8.99 અબજ ડોલરનો ઘટાડા સાથે અંબાણી બીજા સ્થાને


ગતરોજ શેરબજારમાં આવેલી સુનામીમાં ભારતીય અબજોપતિઓને ઘણી ખોટ થઈ છે. જેમાં ગૌતમ અદાણીને સૌથી વધુ નુકસાન થયું છે. એક દિવસ પહેલા જ અદાણીએ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો દરજ્જો હાંસલ કર્યો હતો. અંબાણીને પણ મોટું નુકસાન થયું. આ બે દિગ્ગજો સિવાય, જે અબજોપતિઓ માટે મગળવાર અશુભ સાબિત થયો છે તેમાં સાવિત્રી જિંદાલ, કેપી સિંહ, સુનીલ મિત્તલ, કુમાર મંગલમ બિરલા અને મંગલ પ્રભાતનો સમાવેશ થાય છે.


વિશ્વના અબજોપતિઓમાં, મંગળવારે સૌથી વધુ સંપત્તિ ગુમાવનારા ટોપ-10માં 8 અબજોપતિ ભારતના છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની તાજેતરની યાદી અનુસાર, ગૌતમ અદાણી 24.9 બિલિયન ડોલર ગુમાવ્યા બાદ ટોપ લૂઝર છે. તેમની સંપત્તિ હવે 97.5 બિલિયન ડોલર છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી સંપત્તિ ગુમાવવામાં વિશ્વમાં બીજા સ્થાને છે. તેમની નેટવર્થમાં 8.99 અબજ ડોલરનો ઘટાડો થયો છે. ભારતની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલ ત્રીજા નંબર પર છે, તેમની સંપત્તિમાં 3.58 બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે. હવે તેની કુલ સંપત્તિ 30.50 અબજ ડોલર છે. અમેરિકાના વોરેન બફેટ ચોથા સ્થાને છે, જેમની સંપત્તિમાં 2.94 અબજ ડોલરનો ઘટાડો થયો છે.


વિશ્વના 120મા સૌથી ધનિક વ્યક્તિ ભારતના કેપી સિંહને મંગળવારે 2.42 અબજ ડોલરનો આંચકો લાગ્યો છે. તેમની સંપત્તિ ઘટીને માત્ર 16.8 અબજ ડોલર રહી છે. ટેલિકોમ ઉદ્યોગના અગ્રણી સુનીલ મિત્તલને મંગળવારે 1.68 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. તેમની પાસે હવે માત્ર 19.9 બિલિયન ડોલરની સંપત્તિ છે. કુમાર બિરલાની સંપત્તિને 1.52 બિલિયન ડોલરનું નુકસાન થયું છે, જ્યારે મંગલ પ્રભાત લોઢાને 1.18 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.

અદાણી ગ્રુપને સૌથી વધુ નુકસાન થયું છે, જેમ અદાણી પોર્ટ્સ 21.40 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 19.13 ટકા, અંબુજા સિમેન્ટ્સને 19.20 ટકા ખોટ વેઠવી પડી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application