ટેસ્લા, સ્પેસએક્સ અને ન્યુરાલિંક જેવી કંપનીઓના માલિક એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની સંપત્તિ એક અમેરિકન પરિવારની સરેરાશ સંપત્તિ કરતાં 20 લાખ ગણી વધારે છે. આ યાદીમાં ભારતના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનો પણ સમાવેશ થાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 90.6 બિલિયન ડોલર (હાલમાં બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ 84.9 બિલિયન ડોલર) છે, જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિ 74.8 બિલિયન ડોલર (હાલમાં બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ 65.4 બિલિયન ડોલર) છે.
સુપર બિલિયોનેરની સંખ્યા ઝડપથી વધી છે. 2014માં તેમની કુલ સંપત્તિ બધા અબજોપતિઓની સંપત્તિના માત્ર 4 ટકા હતી પરંતુ હવે આ આંકડો વધીને 16 ટકાથી વધુ સુધી પહોંચી ગયો છે. આ 24 લોકોની કુલ સંપત્તિ 3.3 ટ્રિલિયન ડોલર છે, જે ફ્રાન્સના જીડીપી જેટલી છે. આમાંના મોટાભાગના લોકો ટેક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જેમ કે એલોન મસ્ક, જેફ બેઝોસ, માર્ક ઝુકરબર્ગ અને લેરી એલિસન. તેમની સંપત્તિનો મોટો હિસ્સો તેમની કંપનીઓના શેર સાથે જોડાયેલો છે, જે બજાર પ્રમાણે વધઘટ થાય છે.
સુપરબિલિયોનેર્સની વધતી સંખ્યાએ લક્ઝરી માર્કેટને પણ વેગ આપ્યો છે. આ લોકો વિશ્વભરમાં લાખો ડોલરના મોંઘા ઘર અને મિલકતો ધરાવે છે. ન્યુ યોર્ક, મિયામી અને લોસ એન્જલસ જેવા શહેરોમાં ખાસ કરીને તેમના માટે બનાવેલા લક્ઝરી એપાર્ટમેન્ટ્સ અને ઘરોના વેચાણમાં વધારો થયો છે.
નિષ્ણાતો કહે છે કે આ વલણ દર્શાવે છે કે અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. પહેલાની સરખામણીમાં, આજના અબજોપતિઓની સંપત્તિ થોડા વર્ષોમાં અનેક ગણી વધી જાય છે. ઉદાહરણ તરીકે, છેલ્લા કેટલાક વર્ષોમાં એલોન મસ્ક અને જેફ બેઝોસની સંપત્તિમાં અબજો ડોલરની વધઘટ જોવા મળી છે.
વધુમાં, આજના અબજોપતિઓ મોટાભાગે સેલ્ફ-મેડ છે એટલે કે તેમણે પોતાની સંપત્તિ જાતે જ બનાવી છે. પહેલાની સરખામણીમાં, વારસાગત મિલકત ધરાવતા લોકોની સંખ્યા ઘટી રહી છે. આ પરિવર્તન 1980 અને 1990 ના દાયકામાં ટેકનોલોજી અને વૈશ્વિકરણને કારણે આવ્યું છે.
જોકે સંપત્તિનું આટલું કેન્દ્રીકરણ સમાજમાં અસમાનતા વધારી રહ્યું છે. અમેરિકામાં સૌથી ધનિક ૧ ટકા લોકો દેશની કુલ સંપત્તિના 30 ટકા હિસ્સો ધરાવે છે, જે 1980ના દાયકાથી નોંધપાત્ર વધારો દર્શાવે છે. નિષ્ણાતો માને છે કે આવનારા સમયમાં આ વલણ વધી શકે છે, જેનાથી સમાજમાં વધુ અસમાનતા સર્જાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech