અભિનેત્રી અનુષ્કા શર્મા માતૃત્વનો આનંદ માણી રહી છે. તે પોતાનો મોટાભાગનો સમય બાળકોને ઉછેરવામાં ફાળવે છે. અનુષ્કાને બે બાળકો છે, એક દીકરી વામિકા અને એક દીકરો અકાય છે. તાજેતરમાં અભિનેત્રીએ જણાવ્યું કે તે અને તેનો પતિ વિરાટ કોહલી બાળકો માટે રસોઈ બનાવે છે.
અનુષ્કાએ મુંબઈમાં એક ઈવેન્ટમાં કહ્યું કે તે અને વિરાટ આ રેસિપી તેમના બાળકો માટે બનાવા માંગે છે. અનુષ્કાએ કહ્યું કે તે પોતાની દિનચર્યાને કાળજી પૂર્વક ફોલો કરે છે. તે જ્યાં પણ હોય તે સમયસર ખાય છે અને સમયસર સૂઈ જાય છે.
અનુષ્કા-વિરાટ બાળકો માટે બનાવે છે રસોઈ
ફૂડ વિશે અનુષ્કાએ કહ્યું, અમારા ઘરમાં ચર્ચા હતી કે આપણી માતા જે ફૂડ રાંધે છે તે અમે નહીં બનાવીએ તો અમે અમારા બાળકો માટે કેવી રીતે રસોઈ બનાવી શકીશું. તેથી જ ક્યારેક હું રસોઈ બનાવું છું તો ક્યારેક મારા પતિ રસોઈ બનાવે છે. અમે તેને અમારી માતા જે રીતે બનાવતા હતા તે રીતે બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. કેટલીકવાર પોતાની અનુષ્કા પોતાની માતાને કૉલ કરીને રેસીપી વિશે જાણે લે છે. વધુમાં અનુષ્કાએ કહ્યું કે, એવું લાગે છે કે અમે અમારા બાળકોને કંઈક મહત્વપૂર્ણ આપી રહ્યા છીએ.
અનુષ્કા કડક રૂટિન કરે છે ફોલો
અનુષ્કા કડક રૂટિન ફોલો કરે છે. તેમને જણાવ્યું કે, અમે ઘણી મુસાફરી કરીએ છીએ અને મારા બાળકો ઘણા ફેરફારો અનુભવે છે. તેથી જ્યારે હું તેમના માટે રૂટિન બનાવું છું, ત્યારે હું તેમને નિયંત્રણની ભાવના આપું છું. ભોજનનો સમય નિશ્ચિત છે. અમે ક્યાં છીએ તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે નિશ્ચિત સમયે જ ખાઈએ છીએ અને નિશ્ચિત સમયે જ સૂઈએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech